બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ચાલુ વીડિયો કોલ પર યુવકે કેનાલમાં ઝંપલાવ્યું, ગર્લફ્રેન્ડના પિતાની ધમકીઓથી કંટાળી કર્યો આપઘાત
Last Updated: 10:41 PM, 6 May 2026
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા એક યુવક દ્વારા પાંચ મહિના પહેલા ગાંધીનગર જિલ્લાના નભોઈ નજીક નર્મદા કેનાલમાં કૂદીને આત્મહત્યા કરવાના બનાવમાં હવે નવો વળાંક આવ્યો છે. ઘટનાનો એક શોકિંગ વીડિયો સામે આવ્યો છે, જેમાં યુવક પોતાની ગર્લફ્રેન્ડની સંબંધી યુવતી સાથે વીડિયો કોલ પર વાત કરતા કરતા જ કેનાલમાં ઝંપલાવતો જોવા મળે છે. વીડિયો સામે આવતા સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. આ કેસમાં યુવકને આત્મહત્યા માટે પ્રેરિત કરવાના આક્ષેપસર ગર્લફ્રેન્ડના પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT

યુવકે 15 જાન્યુઆરીએ આપઘાત કર્યો હતો
ADVERTISEMENT
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા આશિષ શાહ નામના યુવકે પાંચ મહિના પહેલા ગાંધીનગર નજીક આવેલી નભોઈ કેનાલમાં કૂદીને આપઘાત કર્યાનો મામલો હવે ફરી ચર્ચામાં આવ્યો છે. આ ઘટનામાં મૃતક યુવકની ગર્લફ્રેન્ડના પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. તપાસ દરમિયાન આશિષના મોબાઈલ ફોનમાંથી મળેલા કોલ રેકોર્ડિંગ અને મેસેજથી ખુલ્યું છે કે યુવતીના પિતા તેને વારંવાર ધમકી આપતા હતા. આશિષનો અમરાઈવાડી વિસ્તારમાં રહેતી યુવતી સાથે પ્રેમસંબંધ હતો અને આ સંબંધને લઈને યુવતીના પિતાની સતત ધમકીઓથી કંટાળી જઈ આશિષે આ પગલું ભર્યું હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.
આ પણ વાંચોઃ વડોદરામાં કળિયુગી દીકરો ભૂલ્યો ભાન, પૈસા-કાર માટે પિતા પર ચાકૂથી કર્યો જીવલેણ હુમલો
ADVERTISEMENT
ગાંધીનગર નજીક નર્મદા કેનાલ વિસ્તારમાં બનેલી આ દુઃખદ ઘટનાએ સ્થાનિકોમાં ચકચાર મચાવી છે. આશિષ નામના યુવકે પોતાના મિત્રની હાજરીમાં ગર્લફ્રેન્ડ સાથે વીડિયો કોલ દરમિયાન અચાનક કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાનો એક વીડિયો પણ બહાર આવતા મામલો વધુ સંવેદનશીલ બન્યો છે. યુવકના પિતાએ યુવતીના પિતા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર ઘટનાની દિશામાં તપાસ તેજ કરી છે અને ઘટનાના તમામ પાસાઓની છાનબીન કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.