બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં કળિયુગી દીકરો ભૂલ્યો ભાન, પૈસા-કાર માટે પિતા પર ચાકૂથી કર્યો જીવલેણ હુમલો
Last Updated: 07:50 PM, 6 May 2026
વડોદરા શહેરમાં પુત્રએ પિતા પર જીવલેણ હુમલાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પિતા પર પુત્રએ નજીવી બાબતે ચાકુ વડે હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. પુત્રએ કરેલ હુમલામાં પિતાને ઈજાઓ પહોંચી હતી. સમગ્ર ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતા આજુબાજુના રહીશો તાત્કાલીક દોડી આવ્યા હતા. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT

પુત્રએ પિતા પર જીવલેણ હુમલો કર્યો
ADVERTISEMENT
વડોદરાના ખોડિયારનગર વિસ્તારમાં સિદ્ધેશ્વરી હાર્મોની સોસાયટીમાં રહેતા હાર્દિક નગરે તેના પિતા જયંતીલાલા નાગર (ઉ.વર્ષ55) પાસે પૈસા તેમજ ગાડીની માંગ કરી હતી. પુજારી તરીકે પોતાનું ગુજરાન ચલાવતા જયંતીલાલ નાગરે પુત્રની માંગણીનો સ્વીકાર ન કરતા પુત્રએ ઉશ્કેરાઈ ગયો હતો.
આ પણ વાંચોઃ રુમ ભાડે ન આપતા પાટણના પોલીસ કર્મીએ અમદાવાદમાં મુસ્લિમ સમાજ ભવનના ફરદીન શેખને માર્યો માર
ADVERTISEMENT
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
ગુસ્સે ભરાયેલ હાર્દિકે પિતા પર જીવલેણ હુમલો કરતા તેના પિતાને ગંભીર ઈજાઓ થતા પરિવારજના સભ્યો જયંતીલાલને તાત્કાલીક સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પિટલ લઈ ગયા હતા. આ સમગ્ર મામલે બાપોદ પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.