બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રુમ ભાડે ન આપતા પાટણના પોલીસ કર્મીએ અમદાવાદમાં મુસ્લિમ સમાજ ભવનના ફરદીન શેખને માર્યો માર

દાદાગીરી / રુમ ભાડે ન આપતા પાટણના પોલીસ કર્મીએ અમદાવાદમાં મુસ્લિમ સમાજ ભવનના ફરદીન શેખને માર્યો માર

Published By: Vishal Khamar

Last Updated: 06:20 PM, 6 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ખાનપુર વિસ્તારમાં પોલીસ કર્મીએ મુસ્લિમ સમાજ ભવનના કર્મચારીને ઢોર માર મારતો વીડિયો વાયરલ થયો છે.

અમદાવાદના ખાનપુરમાં પોલીકર્મચારીની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગાંધીનગર ખાતે એસએમસીમાં ફરજ બજાવતા પોલીકર્મચારીને ખાનપુરમાં મુસ્લિમ ઘાંચી ભવનમાં રૂમ ન આપતા ભવનના કર્મચારીને માર માર્યો હતો. પોલીસકર્મચારીએ આવેશમાં આવી જઈ અપશબ્દો બોલી તેનો કોલર પકડી માર મારવા લાગ્યો હતો. આ સમગ્ર મામલે શાહપુર પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી છે.

અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલી ગુજરાત સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજની ભવનમાં એક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ગાંધીનગરમાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા નવાઝ ગુલામ રસુલ રૂમ મેળવવા માટે ભવન ખાતે પહોંચ્યા હતા. ત્યાં હાજર કર્મચારી શેખ મોહમદ ફરદીએ રૂમ ઉપલબ્ધ ન હોવાનું જણાવ્યું હતું. છતાં નવાઝ સંતોષ માન્યા વગર સીધા બુકિંગ ઓફિસમાં જઈ પહોંચ્યા અને ત્યાં રાખવામાં આવેલ રજિસ્ટર પોતે જ ચકાસવા લાગ્યા, જેના કારણે થોડા સમય માટે અચંબો અને ગૂંચવણનો માહોલ સર્જાયો હતો.

પોલીસકર્મચારી દ્વારા અપશબ્દો બોલી માર માર્યો

આ દરમિયાન મોહમ્મદ ફરદીન સ્થળ પર પહોંચતા જ પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ હતી. નવાઝે ગુસ્સામાં આવીને ફરદીન પર હુમલો કર્યો અને તેને ગાળો બોલતા આડેધડ થપ્પડ અને માર માર્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં નવાઝનો આક્રમક વલણ સ્પષ્ટ જોવા મળે છે. ફૂટેજમાં તે પોલીસ અધિકારીની જેમ નહીં, પરંતુ ગુંડાની જેમ વર્તન કરતાં કર્મચારીને નિર્દયતાથી માર મારતો નજરે પડે છે.

પોલીસકર્મચારી સામે કોઈ કાર્યવાહી નહી

શાહપુર વિસ્તારમાં બનેલા આ બનાવને લઈને ફરદીએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી હોવા છતાં હજુ સુધી કોઈ સત્તાવાર કાર્યવાહી કરવામાં આવી નથી, જેનાથી અનેક પ્રશ્નો ઊભા થયા છે. ચર્ચાઓ મુજબ આરોપી નવાઝ પોતે પોલીસકર્મી હોવાને કારણે મામલો દબાવવાનો અથવા સમાધાન તરફ દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સામાન્ય રીતે આવા કેસોમાં પોલીસ તાત્કાલિક ફરિયાદ નોંધતી હોય છે. પરંતુ અહીં આરોપી પોલીસ વિભાગ સાથે સંકળાયેલો હોવાને કારણે કાર્યવાહી મંડાયેલી હોવાનું જણાઈ રહ્યું છે. આ પરિસ્થિતિએ પોલીસની નિષ્પક્ષતા અને પારદર્શિતાને લઈને લોકોમાં શંકા ઉદ્ભવી રહી છે.

આ પણ વાંચોઃ બંગાળમાં ભાજપની ભવ્ય જીત બાદ PM મોદી આવશે ગુજરાત, વડોદરામાં કરશે ભવ્ય રોડ શો

પોલીસ કર્મચારીને પૂછપરછ માટે બોલાવવામાં આવશેઃ પીઆઈ

આ સમગ્ર મામલે શાહપુર પોલીસ સ્ટેશનના પીઆઈ પી.બી. ખાભલાએ જણાવ્યું હતું કે, આ સમગ્ર બનાવ બાબતે અરજી મળી છે. તેમજ પોલીસ કર્મચારીને નિવેદન માટે બોલાવવામાં આવશે અને પૂછપરછ કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Policeman Fight Ahmedabad News

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ