ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ પ્લેન ક્રેશઃ 10 મૃતદેહની નથી થઈ રહી ઓળખ, કુલ 190 લોકોના DNA થયા મેચ

અપડેટ / અમદાવાદ પ્લેન ક્રેશઃ 10 મૃતદેહની નથી થઈ રહી ઓળખ, કુલ 190 લોકોના DNA થયા મેચ

Published By: Jay Bhatt

Last Updated: 12:31 PM, 18 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન દુર્ઘટનાને આજે (18 જૂન) સાતમો દિવસ થઈ ગયો છે. ત્યારે સિવિલ હોસ્પિટલ દ્વારા મૃતદેહોને પરિવારજનોને સોંપવાનું કામ કરવામાં આવી રહ્યું છે. જો કે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલામાંથી હજુ સુધી 10 મૃતદેહોની ઓળખ કરવામાં આવી નથી જ્યારે કુલ 190 લોકોના DNA મેચ થયા છે.

ADVERTISEMENT

અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનો પાસેથી DNA મેચ કરીને મૃતદેહો સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આજે સિવિલ હોસ્પિટલની કામગીરી પર સુપરિટેન્ડેન્ટને પત્રકાર પરિષદમાં DNA મેચ અને મૃતદેહોની ઓળખ સહિતની માહિતી આપી હતી.

કુલ 190 લોકોના DNA મેચ થયા

સિવિલ સુપરિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, 'મુજબ કુલ 190 લોકોના DNA મેચ થયા છે. જેમાંથી બે લોકલ સહિત કુલ 159 મૃતદેહો પરિવારોને સોંપવામાં આવ્યા છે. હાલ 35 મૃતદેહ વેઈટિંગમાં છે. જેમાંથી 5 મૃતદેહોની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.'

15 લોકો બીજા સગાની રાહ જોઈ રહ્યા છે

આ ઉપરાંત 15 લોકો બીજા સગાની રાહ જોઈ રહ્યા છે. અહીં એ વાત પણ નોંધવા જેવી છે કે, 10 મૃતદેહો એવા પણ છે જેના સગાના કોઈ સમાચાર નથી. જે કુલ મૃતદેહો સોંપવામાં આવ્યા છે તેમાં 123 ભારતીયો હતા જ્યારે 4 પોર્ટુગીઝ, 27 યુકેના તેમજ એક કેનેડિયન અને 4 નોન પેસેન્જર હતા. મોટા ભાગના પાર્થિવદેહને બાય રોડ મારફતે મોકલાયા હતા. જ્યારે વિદેશના મૃતદેહોને પ્લેન મારફતે મોકલવામાં આવ્યા છે.

Vtv App Promotion 2

સાત દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ

અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં બચી ગયેલા વિશ્વાસ કુમારને હાલ રજા આપવામાં આવી છે. જો કે પ્લેનની દુર્ઘટનામાં વિશ્વાસના ભાઈનો મૃત્યું થયું તેની કોઈ ભાળ હજુ સુધી મળી નથી. હાલ DNA મેચ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આ પછી જ તેની ઓળખ થઈ શકે છે. નોંધનીય છે કે, હોસ્પિટલમાં કુલ 9 દર્દીઓ સારવાર હેઠળ હતા, જેમાંથી વિશ્વાસને રજા આપી દેવામાં આવી છે જ્યારે અન્ય સાત દર્દીઓ સારવાર હેઠળ છે તેમજ એક દર્દીનું મોત થયું છે.

વધુ વાંચો: રસ્તાઓ તૂટ્યા, વીજ પુરવઠો ખોરવાયો, STની 194 ટ્રીપ કેન્સલ

12 જૂને બની હતી ગોઝારી ઘટના

અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ મેઘાણીનગરમાં એક ગોઝારી ઘટના બની હતી. જેમાં એર ઈન્ડિયાની લંડન જતી ફ્લાઇટ નં. 171 ક્રેશ થઈ ગઈ હતી. આ પ્લેનમાં 12 ક્રૂ-મેમ્બર સહિત 242 લોકો હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 279 લોકોના મોત થયા છે. અમદાવાદ બનેલી પ્લેન ક્રેશની ઘટના એ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી ભયાનક પ્લેન ક્રેશમાંની એક દુર્ઘટના હતી.

આ રીતે બની હતી દુર્ઘટના

એર ઇન્ડિયાનું બોઇંગ ડ્રીમલાઇનર 787-8 પ્લેન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. જોકે, ટેકઓફ કર્યાના થોડા સમય પછી, પ્લેન અકસ્માતનો ભોગ બન્યું અને એરપોર્ટ નજીક એક મેડિકલ હોસ્ટેલમાં અથડાયું હતું. આ અકસ્માતને કારણે, પ્લેનના આગળના ભાગને જ નુકસાન થયું ન હતું, પરંતુ મેડિકલ હોસ્ટેલને પણ ઘણું નુકસાન થયું. પ્લેનમાં સવાર 242 લોકોમાંથી, આ પ્લેન ક્રેશમાં 241 લોકો મૃત્યુ પામ્યા અને જે મેડિકલ હોસ્ટેલ સાથે પ્લેન અથડાયું તેના 38 લોકોએ પણ જીવ ગુમાવ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rakesh S Joshi Civil Hospital Ahmedabad plane crash

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ