બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રસ્તાઓ તૂટ્યા, વીજ પુરવઠો ખોરવાયો, STની 194 ટ્રીપ કેન્સલ
ગુજરાતના અનેક વિસ્તારોને બે દિવસથી મેઘરાજાએ ધમરોળ્યું છે. ભાવનગર, બોટાદ અને અમરેલી તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા પ્રમાણે 224 તાલુકમાં મેઘમહેર થઈ છે. જેમાં સૌથી વધુ વરસાદ બોટાદના બરવાળામાં 7.52 ઈંચ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે તો બીજી તરફ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હોવાથી વ્યાપક નુક્સાન થયું છે.
ADVERTISEMENT
અનેક રસ્તાઓ થયા બંધ
રાજ્યમાં ભારે વરસાદને પગલે એક નેશનલ હાઈવે સહિત 189 રસ્તા બંધ થયા છે જેમાં ભાવનગરનો નેશનલ હાઈવે છેલ્લા બે દિવસથી બંધ થયો છે. આ ઉપરાંત સ્ટેટ હાઈવેની વાત કરવામાં આવે તો 10 હાઈવે બંધ થયા છે જ્યારે પંચાયત હસ્તકના 153 જ્યારે અન્ય 25 રસ્તા પણ બંધ રાખવામાં આવ્યા છે. રસ્તાઓ બંધ હોવાથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.
ADVERTISEMENT
બે ગામડાઓને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ, સંપર્ક વિહોણું બન્યું લીંબડીનું જાંબુ ગામ#limbadi #GujaratRain #RainGujarat #RainInGujarat #WeatherForecast #RainForecast #VTVDigital pic.twitter.com/Nu96ZpxpVU
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 18, 2025
ST બસોની ટ્રીપ કેન્સલ
ADVERTISEMENT
ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે તેમજ રોડ રસ્તાઓ તૂટી જવાના કારણે ગુજરાત રાજ્ય વાહવ વ્યવહાર નિગમ (GSRTC)દ્વારા એસટી બસોની કુલ 194 ટ્રીપો રદ કરવાનો નિર્યણ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી ભાવનગર, બોટાદ અને અમરેલી તેમજ સૌરાષ્ટ્રના અને કચ્છમાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે રસ્તાઓ જળમગ્ન થયા છે જેના પગલે વાહનવ્યવહાર પર પણ અસર પહોંચી છે.

ADVERTISEMENT
આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગે આવનારા આખા અઠવાડિયામાં ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. જયારે આજે રાજ્યના 10 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, મોરબી, બોટાદ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ, આણંદ, ભરૂચ અને સુરતમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
આ સિવાય હવામાન વિભાગે ગુજરાતના 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ જારી કર્યું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અરવલ્લી, મહીસાગર, દાહોદ, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી અને દમણ, તેમજ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય 15 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
વધુ વાંચો : કમિશનર ઓફ સ્કૂલની કચેરીનો પરિપત્ર જાહેર, તમામ DEOને અપાઈ સૂચના
આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદ
રાજ્યમાં આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. અમદાવાદ, ભરૂચ સહિતના જિલ્લામાં પણ અતિભારે વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, અરવલ્લી, સુરત પણ ભારે વરસાદની સંભાવના છે. જો કે, રાજ્યમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે.
અત્યાર સુધીમાં 18 લોકોના મોત
રાજ્યમાં ભારે વરસાદને પગલે અલગ-અલગ જગ્યાએ દુર્ઘટના સર્જાઈ છે જેમાં તંત્ર દ્વારા 109 લોકોને બચાવ્યા છે જ્યારે 120 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ભારે વરસાદને પગલે અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે. આ ઉપરાંત 12 હજારથી વધુ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.
NDRF-SDRFની ટીમ ડિપ્લોય કરવામાં આવી
ભારે વરસાદની આગાહીને પગલે NDRFની 12 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે. જેમાં બોટાદમાં 2, અમદાવાદમાં 1, અમરેલીમાં 1, દેવભૂમી દ્વારકામાં 1, ભાવનગરમાં 1, સુરત, ગાંધીનગર, પાટણ, પોરબંદર, કચ્છ, વલસાડમાં પણ એક એક ટીમ ડિપ્લોય કરાઈ છે. જ્યારે SDRFની 19 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.