બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કમિશનર ઓફ સ્કૂલની કચેરીનો પરિપત્ર જાહેર, તમામ DEOને અપાઈ સૂચના

તાકીદ / કમિશનર ઓફ સ્કૂલની કચેરીનો પરિપત્ર જાહેર, તમામ DEOને અપાઈ સૂચના

Jay Bhatt

Last Updated: 10:57 AM, 18 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે અને આગામી સમયમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હોવાથી શિક્ષણ વિભાગની કમિશનર ઓફ સ્કૂલ દ્વારા તમામ DEOને પરિપત્ર જાહેર કરાયો છે.

રાજ્યમાં છેલ્લા બે દિવસથી અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. ભાવનગર, બોટાદ અને અમરેલી સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે જેના પગલે નદી-નાળાઓ છલકાયા છે. ભારે વરસાદને પગલે કેડ સમાં પાણી ભરાય છે. તો આગામી દિવસોમાં પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું હોવાથી શિક્ષણ વિભાગની કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા તમામ DEOને પરિપત્ર જાહેર કરાયો છે.

જિલ્લા શિક્ષણાધિકારી નિર્ણય લઈ શકશે

આ પરિપત્ર દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને વરસાદ અને પૂર જેવી સ્થિતિમાં સ્થાનિક કક્ષાએ સ્કૂલોમાં રજા રાખવા અંગે જે તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી નિર્ણય લઈ શકે તેમ જણાવાયું છે. આ માટે જિલ્લાના વહીવટી તંત્ર સાથે સંકલન કરીને રજા અંગેનો નિર્ણય લેવા માટે સૂચના આપવામાં આવી હોવાનું કહેવાયું છે. આ ઉપરાંત પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર સાથે રાખીને જરૂરી કાર્યવાહી હાથ ધરવાની રહેશે.

Vtv App Promotion 1

વહીવટી તંત્રના સંકલનમાં રહીને કાર્યવાહી કરવાની સૂચના

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ, આપત્તિ વ્યવસ્થાપન વિભાગ તથા જિલ્લા કલેક્ટર તરફથી જે કોઈ સૂચના આપવામાં આવે તેનું જિલ્લા શિક્ષણાધિકારીએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં તમામ પરિસ્થિતિ પર ચોક્સાઈ પૂર્વક નજર રાખવાની રહેશે તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહીને કાર્યવાહી કરવાની રહેવાની સૂચના આપવામાં આવી છે.

DEO paripatra

વધુ વાંચો : UGCએ ગુજરાતની 4 યુનિવર્સિટીને ફટકારી નોટિસ, 30 દિવસમાં ખુલાસો માગ્યો

આજે આ જિલ્લામાં વરસાદનું એલર્ટ

આ ઉપરાંત પરિપત્રમાં ભારે વરસાદની સ્થિતિમાં કેવા પગલા ભરવા તેની માહિતી પણ અપાઈ છે. તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આ પરિપત્રનું પાલન કરવામાં તાકીદ પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જયારે આજે 10 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદ

રાજ્યમાં આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. અમદાવાદ, ભરૂચ સહિતના જિલ્લામાં પણ અતિભારે વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, અરવલ્લી, સુરત પણ ભારે વરસાદની સંભાવના છે. જો કે, રાજ્યમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat DEOs Gujarat Government
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ