બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / UGCએ ગુજરાતની 4 યુનિવર્સિટીને ફટકારી નોટિસ, 30 દિવસમાં ખુલાસો માગ્યો
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)એ ગુજરાતની ચાર સહિત દેશભરની 89 યુનિવર્સિટીને એન્ટીરેગિંગ ગાઈડલાઈનનું પાલન ન કરવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે. આ યુનિવર્સિટીમાં સરકારી યુનિવર્સિટીનો પણ સમાવેશ થાય છે. યુજીસીએ યુનિવર્સિટીઓ પાસેથી નોટિસનો 30 દિવસમાં ખુલાસો માગ્યો છે.
ADVERTISEMENT
ગાઈડલાઈનનું પાલન ન કર્યું
નોંધનીય છે કે, UGC દ્વારા એન્ટી રેગિંગ ગાઇડલાઇન જાહેર કરીને તમામ યુનિવર્સિટીઓને તેનું પાલન કરવા તેમજ યુનિવર્સિટીઓને વિદ્યાર્થીઓ પાસેથી એન્ટી રેગિંગ અંગેની પૂરતી વ્યવસ્થા અને સલામતી છે તેનું અંડર ટેકીંગ લઇને તમામ ડેટા સબમીટ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. આ માટે દરેક યુનિવર્સિટીને યુજીસીએ નિર્ધારિત સમય પણ આપ્યો હતો. જો કે, દેશની 89 યુનિવર્સિટીએ આ બાબતને ધ્યાનમાં લીધી ન હતી અને ગાઈડલાઈનનું પાલન કર્યું ન હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT

આ 4 ગુજરાતની યુનિવર્સિટીને નોટિસ
ADVERTISEMENT
UGC દ્વારા જે યુનિવર્સિટીને નોટિસ ફટકરાવામાં આવી છે તેમાં ગુજરાતની પણ 4 યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. આ ચાર યુનિવર્સિટીમાં અમદાવાદ ખાતે આવેલી ટ્રાન્સપ્લાન્ટ યુનિવર્સિટી SKIPS યુનિવર્સિટી તેમજ જામનગરની આયુર્વેદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ અને પાટણની એમ.કે. યુનિવર્સિટીને નોટિસ ફટકારવામાં આવી છે. આ તમામ યુનિવર્સિટીને 30 દિવસની અંદર ગાઈડલાઈનનું પાલન કરવાનું સૂચન કરવાનું રહેશે.
વધુ વાંચો : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 224 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ આ વિસ્તારમાં ખાબક્યો
ADVERTISEMENT
UGCએ વિદ્યાર્થીઓ પાસેથી બાંહેધરી મેળવવા જણાવ્યું
આ ઉપરાંત સંસ્થાઓને એન્ટી રેગિંગ પાલન રજૂ કરવા અને કારણ બતાવો નોટિસની તારીખથી 30 દિવસની અંદર તમામ વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન બાંહેધરી મેળવવા માટે કહેવામાં આવ્યું છે. સંસ્થાઓ તેમના કેમ્પસમાં રેગિંગ અટકાવવા માટે અપનાવવામાં આવેલા પગલાં અંગે વ્યાપક અહેવાલ રજૂ કરવાનો રહેશે. જો યુનિવર્સિટીઓ આમ કરવામાં નિષ્ફળ રહેશે તો યુનિવર્સિટીની માન્યતા પાછી ખેંચવા સુધીની કાર્યવાહી પમ થઈ શકે છે. UGC એ કહ્યું છે કે, નોટિસને સર્વોચ્ચ પ્રાથમિકતા સાથે લેવામાં આવે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.