બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 224 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ આ વિસ્તારમાં ખાબક્યો
ગુજરાતવાસીઓ છેલ્લા ઘણા સમયથી ચોમાસાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે રાજ્યમાં બે દિવસથી મેઘરાજાએ અનેક વિસ્તારને ધમરોળ્યું છે. ભાવનગર, બોટાદ અને અમરેલી તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા પ્રમાણે 224 તાલુકમાં મેઘમહેર થઈ છે. જેમાં સૌથી વધુ વરસાદ બોટાદના બરવાળામાં 7.52 ઈંચ ખાબક્યો છે.
ADVERTISEMENT
બોટાદમાં વરસાદને કારણે રેડ એલર્ટ
બોટાદની પરિસ્થિતિ વિશે માહિતી આપતા જિલ્લા કલેક્ટર જિન્સી રોયે જણાવ્યું હતું કે, ' ડેમ ઓવરફ્લો થવાનો હોવાથી બરવાળા તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 40 લોકોને સાવચેતી રૂપે સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે'. આ સિવાય જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બોટાદ જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાઓ આજે (18 જૂન) બંધ રહેશે. આજે બોટાદમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
બેટાદમાં ભારે વરસાદનાં કારણે જળબંબાકાર, આખા જિલ્લાનું જનજીવન ખોરવાઇ ગયું#botad #GujaratRain #RainGujarat #RainInGujarat #WeatherForecast #RainForecast #VTVDigital pic.twitter.com/VMnDP4FeHL
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 17, 2025
આ તાલુકામાં થઈ મેઘમહેર
ADVERTISEMENT
રાજ્યમાં પડેલા વરસાદમાં બોટાદ સિવાય જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરના સાયલામાં 6.3, મુળીમાં 6.31, થાનગઢમાં 4.76, ચુડામાં 3.78 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જામનગર જિલ્લાના જોડિયામાં 5.24 ઈંચ તો ભાવનગરના વલ્લભીપુરમાં 4.53 તેમજ ઉમરાળામાં 4.76 ઈંચ વરસાદ નોંધાય છે. સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છ જિલ્લામાં વરસાદે દેખા દીધી છે. જેમાં જિલ્લાના ગાંધીધામમાં 3.39 અને અંજારમાં 2.99 ઈંચ વરસાદ નોંધાયો હતો. તો મોરબી જિલ્લાના માળિયા મીયાણામાં 2.68 ઈંચ વરસાદ પડ્યો હતો.
વધુ વાંચો : આજે CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, રાજ્યમાં પડેલા ભારે વરસાદથી લઈને વિવિધ મુદ્દાઓ પર થશે ચર્ચા
ADVERTISEMENT
આકાશમાંથી વરસી આફત
સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના વિસ્તારની વાત કરવામાં આવે તો અમદાવાદ જિલ્લાના ધંધુકામાં 3.23, ધોલેરામાં 2.56 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય આણંદના બોરસદમાં 3.19 ઈંચ અને પેટલાદમાં 2.91 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. ભાવનગર અને બોટાદમાં આકાશમાં આફત વરસી હતી. અનેક ગામ સંપર્ક વિહોણા થયા હતા. તેમજ કેટલાક રસ્તાઓ તૂટી પડ્યા હોવાથી વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો.
ADVERTISEMENT

શેત્રુંજી ડેમ ઓવરફ્લો
ADVERTISEMENT
ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.ઉપરવાસમાં ભારે વરસાદના કારણે શેત્રુંજી ડેમ થયો ઓવરફલો.વરસાદ શરૂ થયાના 19 કલાકમાં જ શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો થયો હતો.શેત્રુંજી ડેમના 20 દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.તો સાથે-સાથે તળાજા અને પાલીતાણા તાલુકાના 12 ગામોને કરાયા એલર્ટ કરવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.