બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ મનપામાં 6 આસિસ્ટન્ટ મ્યુ. કમિશનરની બદલી, ત્રણને ફરી મળી જૂની જગ્યા, આરોગ્ય વિભાગમાં ફફડાટ
Last Updated: 01:45 PM, 29 October 2025
Ahmedabad AMC Transfer: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં ફરીથી અધિકારીઓની બદલીનો દોર શરૂ થયો છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક જ સાથે 6 આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની બદલી કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે ત્રણ અધિકારીઓને તેમના જૂના ઝોન અને સબ ઝોનમાં જ પરત મૂકવામાં આવ્યા છે. જ્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓને અલગ અલગ નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ અચાનક ફેરફારોથી કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓમાં ચર્ચાનો માહોલ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સૂત્રો અનુસાર આશરે છ મહિના પહેલા AMCમાં એક જ જગ્યાએ લાંબા સમયથી ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીમાં એવો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે જે અધિકારી કે કર્મચારીને એક જ વિભાગ કે ઝોનમાં 1000 દિવસથી વધુ થયા હોય તેમની બદલી ફરજિયાત કરવામાં આવે. તે અનુસંધાને મ્યુનિસિપલ કમિશનરએ અનેક આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની જગ્યાઓ બદલી હતી. જોકે હવે ફરીથી છ મહિનામાં જ આ અધિકારીઓના ઝોનમાં ફેરફાર કરી નવી જગ્યાએ મુકાયા છે જેના કારણે કાર્યપ્રણાલીમાં નવી દિશા અને પડકાર બંને ઉભા થયા છે.
![AMC-list-1]](https://beta.vtvgujarati.com/media/images/AMC-list-1.width-800.jpg)
ADVERTISEMENT
આ બદલી બાદ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને વધારાની જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે. નવા ઝોન અને સબ ઝોન સાથે તેમની ઉપર કામગીરીનું ભારણ વધી ગયું છે. અગાઉથી જ કેટલાક અધિકારીઓની કામગીરીને લઈને નારાજગી હતી, હવે વધારાના દબાણ વચ્ચે પ્રજાલક્ષી સેવાઓની ગતિ જળવાઈ રહેશે કે નહીં તે જોવાનું રહેશે. અનેક કર્મચારીઓએ માન્યું છે કે વધારાની જવાબદારીના કારણે કાર્યમાં ઢીલાશ આવી શકે છે.
ADVERTISEMENT

વધુ વાંચો: તહેવારો પૂર્ણ થતાં સિંગતેલના ભાવમાં વધારો, જાણો કેટલો થયો ડબ્બાનો ભાવ?
ADVERTISEMENT

ADVERTISEMENT
મ્યુનિસિપલ કમિશનર દ્વારા આરોગ્ય વિભાગમાં પણ જવાબદારીઓનું પુનર્વિભાજન કરવામાં આવ્યું છે. લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ડો. ભાવિન સોલંકીની કામગીરી વહેંચી દેવામાં આવી છે. એડિશનલ આરોગ્ય અધિકારી ડો. ભાવિન જોશીને ફૂડ વિભાગમાંથી બદલીને જન્મ-મરણ વિભાગમાં મુકાયા છે, જ્યારે ડો. તેજસ શાહને જન્મ-મરણ વિભાગમાંથી ફૂડ વિભાગનો ચાર્જ સોંપાયો છે. સાથે જ ડો. મેહુલ આચાર્યને નવી જવાબદારી આપવામાં આવી છે. હવે આ તમામ અધિકારીઓને ઇન્ચાર્જ અધિકારીને બદલે સીધા આરોગ્ય વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રિપોર્ટ કરવાનું રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.