બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / તહેવારો પૂર્ણ થતાં સિંગતેલના ભાવમાં વધારો, જાણો કેટલો થયો ડબ્બાનો ભાવ?

ઓ બાપ રે / તહેવારો પૂર્ણ થતાં સિંગતેલના ભાવમાં વધારો, જાણો કેટલો થયો ડબ્બાનો ભાવ?

Vidhata Gothi

Last Updated: 01:11 PM, 29 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Groundnut Oil Price Hike: દિવાળી પૂરી થતાં જ બજારમાં સિંગતેલના ભાવમાં વધારો નોંધાયો છે. કમોસમી વરસાદને કારણે કાચામાલની આવક ઘટતાં સિંગતેલના ડબ્બાના ભાવ વધીને 2400 રૂપિયાથી ઉપર પહોંચી ગયા છે.

Groundnut Oil Price Hike: દિવાળી પૂરી થતાં જ બજારમાં સિંગતેલના ભાવમાં વધારો નોંધાયો છે. સિંગતેલના ભાવમાં સતત ઘટાડા બાદ દિવાળી પછી સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂપિયા 15નો વધારો થયો છે. અગાઉ ડબ્બાનો ભાવ 2380 રૂપિયા હતો, જે હવે વધીને 2430 રૂપિયા સુધી પહોંચી ગયો છે. વેપારીઓના જણાવ્યા મુજબ, છેલ્લા પાંચ વર્ષની દિવાળીઓની સરખામણીમાં આ વખતે સિંગતેલના ભાવ સૌથી ઓછા રહ્યા છે.

સિંગતેલના ભાવમાં વધારો

વેપારીઓએ જણાવ્યું છે કે હાલના વરસાદી વાતાવરણ અને કમોસમી વરસાદના કારણે પીલાણયુક્ત મગફળીની આવક ઓછી થઈ છે. એવામાં કાચા માલની આવક ઘટતાં તેલના ભાવમાં વધારો નોંધાયો છે. સાથે જ વેપાસીઓએ આગામી દિવસોમાં મગફળીની આવકમાં વધારો થશે તો ફરી તેલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે. વેપારીઓએ જણાવ્યું કે આગામી 15 દિવસમાં ફરી તેલના ભાવમાં ઘટાડો થશે.

vtv app promotion

નવી મગફળી આવતાં ભાવ ઘટશે

ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદના કારણે ખેતરોમાં મગફળીના પાકને પણ નુકસાન થયું છે, જેના કારણે બજારમાં હાલ નવી મગફળી ઉપલબ્ધ નથી. વેપારીઓએ વધુમાં જણાવ્યું કે મગફળીની આવકમાં વધારો થશે ત્યારે સિંગતેલના ભાવમાં ફરી ઘટાડો થવાની શક્યતા છે.

આ પણ વાંચો: પાક ભલે બગડ્યો પણ મંત્રીજીના પગ બગડવા ન જોઈએ! ગુજરાત સરકાર મંત્રીએ ગમબૂટ પહેરી તાગ મેળવ્યો, થયા ટ્રોલ

આગામી સમયમાં ભાવ ઘટવાના એંધાણ

ત્યારે હાલ ગ્રાહકોને સિંગતેલના ભાવમાં વધારાનો બોજ સહન કરવો પડી રહ્યો છે, જોકે વેપારીઓનું માનવું છે કે આ વધારો ટૂંકાગાળાનો છે. આગામી દિવસોમાં પુરવઠો વધશે ત્યારે ફરી ભાવ ઘટી જશે. તેલના વેપારી કિરીટભાઈ શાહે કહ્યું, 'હાલ તો તેલના ભાવ વધવાનું કારણ એવું છે કે નવી સીઝનની શરૂઆત છે, પરંતુ હજુ સુધી નવા વર્ષની શરૂઆતને હિસાબે યાર્ડસ બંધ હતા. અને એ પછી હાલ છેલ્લા 5-6 દિવસથી સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ માવઠા થયા છે. હાલમાં સારો એવો વરસાદ થયો છે, તો કાચા માલની આવક ઓછી છે. જેને લીધે હાલ સિંગતેલના ભાવ વધી ગયા છે.'

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Groundnut Oil Groundnut Oil Price Hike Groundnut Crop Damage
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ