બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાક ભલે બગડ્યો પણ મંત્રીજીના પગ બગડવા ન જોઈએ! ગુજ.સરકારના મંત્રીએ ગમબૂટ પહેરી તાગ મેળવ્યો, થયા ટ્રોલ
Last Updated: 01:05 PM, 29 October 2025
Minister Pradyuman Vaja Trolled: ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ગીર સોમનાથમાં પાણી ભરાયેલા ખેતરોમાં પાક નુકસાનનો ચિતાર લેવા માટે શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા પહોંચ્યા હતા. પરંતુ પછી તેમને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે. થયું એવું કે ખેડૂતોની વેદના જાણવા માટે મંત્રીજી પોતે ખેતરોમાં પહોંચ્યા ખરાં પણ, પગ પાણીમાં ભીના ન થાય તે માટે તેમણે ગમબૂટ પહેર્યા હતા. ત્યારે ગમબૂટ પહેરીને નિરીક્ષણ કરવા પહોંચેલા મંત્રીની સોશિયલ મીડિયામાં ફજેતી થઈ ગઈ.
ADVERTISEMENT
ગીર સોમનાથ: ગમબૂટ પહેરીને પાક નુકસાનીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા મંત્રી, ડૉ.પ્રદ્યુમન વાજાની સોશિયલ મીડિયામાં ફજેતી#GirSomnath #PradyumanVaja #GujaratMinister #ViralVideo #FarmVisit #CropDamage #RainUpdate #GujaratNews #SocialMediaBuzz #VTVNews #BreakingNews #FarmersIssue… pic.twitter.com/TYbjLnJQA9
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 29, 2025
ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતોની વેદના જાણવા મંત્રી પહોંચ્યા હતા. અહીં કમોસમી વરસાદમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ત્યારે ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી શિક્ષણમંત્રીએ ગમબૂટ પહેરીને નિરીક્ષણ કર્યું. ખેડૂતોના ખેતરોમાં ઉભા પાકને થયેલા નુકસાનનો ચિતાર લેવો હતો, પરંતુ મંત્રીજી પાણીમાં પોતાના પગ મૂકવા તૈયાર નહોતા. મંત્રી ગીર સોમનાથ અને જૂનાગઢના ગામોમાં પહોંચ્યા હતા. અહીં તેમણે ખેડૂતો સાથે વાતચીત કરી અને પાકની સ્થિતિ જાણી.
ADVERTISEMENT
શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા ખેડૂતોના ખેતરોમાં ઉભા પાકને થયેલા નુકસાનનો ચિતાર લેવા ગમબૂટ પહેરીને આવ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે તેઓ પાણી ભરેલા ખેતરોમાં ગમબૂટ પહેરીને ચાલી રહ્યા છે, અને ખેતરોની હાલત જોઈ રહ્યા છે. આ વીડિયો સામે આવતા જ લોકોને આ દ્રશ્ય ગમ્યું પસંદ આવ્યું નથી. ઘણા લોકોએ સોશિયલ મીડિયામાં મંત્રીજીને ટ્રોલ કર્યા.
ADVERTISEMENT

ADVERTISEMENT
ડૉ. પ્રદ્યુમન વાજાનો ગમબૂટ પહેરેલો વીડિયો પોસ્ટ કરવો ભારે પડ્યો છે. શિક્ષણમંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા ખેડૂતોની વેદના જાણવા ગયા હતા, પણ ખેતરમાં નિરીક્ષણ કરતા સમયે પગ ન બગડે તે માટે ગમબૂટ પહેરી લીધા. ખેડૂતોની વ્યથા જાણવી છે પરંતુ મંત્રીજીને પોતાના પગ ભીના નથી કરવા. ત્યારે લોકોએ તેમને ટ્રોલ કર્યા છે કે પગ બગાડ્યા વગર કેવી રીતે સમીક્ષા કરશો? કમોસમી વરસાદમાં ખેડૂતોની મહેનત પાણીમાં, પણ મંત્રીજીથી પાણીમાં નહીં ચલાય! ત્યારે નવા બનેલા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પહેલી કામગીરીમાં જ લોકોએ તેમને ફેલ ગણાવ્યા.
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પાછી ઠેલાશે! આટલા મહિના તો પાક્કા, ક્યારે સ્પષ્ટ થશે ચિત્ર?
ADVERTISEMENT
પાણીમાંથી નીકળ્યા પછી તરત જ પ્રદ્યુમન વાજાને ચપ્પલ યાદ આવ્યા. મંત્રીજી ભીનું સંકેલવા માટે ફરી બેઠકમાં દેખાયા ત્યારે ચપ્પલ પહેરીને આવ્યા. આ દ્રશ્ય પણ ચર્ચાનો વિષય બની ગયું. ત્યારે નુકસાનનું નિરીક્ષણ કે નેતાજીનું નાટક? એવો સવાલ સોશિયલ મીડિયા પર ઉઠી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.