બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પાછી ઠેલાશે! આટલા મહિના તો પાક્કા, ક્યારે સ્પષ્ટ થશે ચિત્ર?

ગણતરી / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પાછી ઠેલાશે! આટલા મહિના તો પાક્કા, ક્યારે સ્પષ્ટ થશે ચિત્ર?

Vidhata Gothi

Last Updated: 12:05 PM, 29 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Local Election: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પાછી ઠેલાવાની સંભાવનાઓ છે. ત્યારે હજુ આગામી કેટલાક મહિનાઓ સુધી ચૂંટણી નહીં યોજાય. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવાર પદના દાવેદારોએ હજુ રાહ જોવી પડી શકે છે.

Gujarat Local Election: ગુજરાતમાં મહાનગર પાલિકા અને નગરપાલિકાઓ તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જલ્દી જ યોજાવાની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આ ચર્ચાઓ વચ્ચે ગઇકાલે જ અનામત બેઠકોની ફાળવણી થઈ હતી. નવી મહાનગર પાલિકા સહિત 15 મહાનગર પાલિકાની ચૂંટણીમાં OBC અનામતનો 27 ટકા અમલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. એ પ્રમાણે બેઠકોની ફાળવણી યાદી બહાર પાડવામાં આવી. આ પછી એવી ચર્ચાઓ શરૂ થાઈ હતી કે જલ્દી જ ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ જશે. પરંતુ હવે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પાછી ઠેલાવાની સંભાવના છે.

Gujarat-Election

ચૂંટણી ઠેલાઈ શકે છે પાછી

ગુજરાતમાં ડુપ્લીકેટ અને શંકાસ્પદ મતદારોને લઈને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. એવો આરોપ છે કે ગુજરાતમાં 60 લાખથી વધુ શંકાસ્પદ અને ડુપ્લિકેટ મતદારો છે. ત્યારે ચૂંટણી પંચના આદેશને પગલે ગુજરાતમાં પણ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર પ્રક્રિયા ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયા સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે. જેને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હજુ પાછી ઠેલાઈ શકે છે.

બોગસ વોટિંગ રોકવા ચૂંટણી પંચનો નિર્ણય

SIRની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવાર પદના દાવેદારોએ હજુ રાહ જોવી પડી શકે છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્ણાટક અને મહારાષ્ટ્રમાં શંકાસ્પદ અને ડુપ્લિકેટ મતદારોના પુરાવા રજૂ કર્યા હતા અને ચૂંટણી પંચ પર આરોપ લગાવીને સવાલો ઉઠાવ્યા હતા. આ પછીથી આ મુદ્દો દેશભરમાં ચર્ચાઈ રહ્યો છે. એવામાં હવે ચૂંટણી પંચે ચૂંટણીઓમાં થતાં બોગસ વોટિંગને રોકવા માટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે ગુજરાતમાં પણ મતદાર યાદીની ચકાસણી હાથ ધરવામાં આવી છે.

voting

માહિતી પ્રમાણે, હાલમાં ગુજરાતમાં કુલ 5 કરોડ મતદારો છે. ત્યારે SIRના પહેલા તબક્કામાં બૂથ લેવલ ઓફિસર ઘરે-ઘરે જઈને ગણતરી કરશે, મતદારોની ઓળખ કરશે. ચૂંટણી પંચ આ પ્રક્રિયા દ્વારા ડુપ્લિકેટ મતદારો અને મૃતકના નામ મતદાર યાદીમાંથી હટાવી દેશે. આ સિવાય જે મતદારોના નામ બે જુદી-જુદી જગ્યાએ મતદાર યાદીમાં હશે તેના નામ પણ યાદીમાંથી કાઢી નાખવામાં આવશે.

vtv app promotion

4 નવેમ્બરથી 4 ડિસેમ્બર 2025 સુધી ચાલશે આ પ્રક્રિયા

જણાવી દઈએ કે 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર 2025 સુધી દરેક મતદારની ઓળખ કરવામાં આવશે. આ પછી 8 ડિસેમ્બર 2025ના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવશે, જેમાં જે મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા હશે તેમણે 8 જાન્યુઆરી 2026 સુધી દાવા અને વાંધા દાખલ કરવાની તક આપવામાં આવશે. આ પછી 9 ડિસેમ્બર 2025થી 31 જાન્યુઆરી 2026 સુધી સુનાવણી અને ચકાસણી કરવામાં આવશે. અને છેલ્લે 7 ફેબ્રુઆરી 2026ના રોજ અંતિમ યાદી પ્રકાશિત થશે.

આ પણ વાંચો: પાસપોર્ટ રિન્યૂ માટે પિતાની મંજૂરીની જરૂર નથી, ગુજરાત હાઈકોર્ટનો આદેશ, કેસ ટકરાવભર્યો

એવામાં આ પ્રક્રિયાને જોતાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનામાં યોજાય એવી સંભાવના દેખાઈ રહી નથી. ત્યારે હવે એવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે કે પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણી એપ્રિલ-મે મહિનામાં યોજાઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Voters List Special Intensive Revision SIR Gujarat Local Election
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ