બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વડોદરાના સમાચાર / પાસપોર્ટ રિન્યૂ માટે પિતાની મંજૂરીની જરૂર નથી, ગુજરાત હાઈકોર્ટનો આદેશ, કેસ ટકરાવભર્યો
Last Updated: 09:38 AM, 29 October 2025
Passports renew : ગુજરાત હાઇકોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે, જે અનેક સિંગલ પેરેન્ટ્સ માટે રાહતરૂપ સાબિત થશે. કોર્ટએ સ્પષ્ટ કર્યું છે કે, છૂટાછેડા લીધેલી માતા પોતાના બાળકોના પાસપોર્ટ પિતાની NOC (No Objection Certificate) વિના પણ રિન્યુ કરાવી શકે છે.
ADVERTISEMENT
શું હતો સમગ્ર મામલો ?
વાસ્તવમાં વડોદરાની એક મહિલાએ આ મુદ્દે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. તેણીએ જણાવ્યું કે, તેની મોટી પુત્રીને 8 નવેમ્બરના રોજ યુનાઇટેડ સ્ટેટ્સમાં એક અગત્યની પરીક્ષા આપવી છે, જે તેના ઉચ્ચ શિક્ષણ માટે જરૂરી છે. પરંતુ પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસ (RPO) એ પિતાની સંમતિ વિના બાળકોના પાસપોર્ટ રિન્યુ કરવા ઇનકાર કર્યો હતો.
ADVERTISEMENT
મહિલાએ કોર્ટમાં રજૂઆત કરતાં જણાવ્યું કે, માર્ચ 2022માં તેણીના છૂટાછેડા થયા હતા અને કાનૂની સમજૂતી (MoU) મુજબ બંને બાળકો તેની કસ્ટડીમાં છે. તેણીએ વધુમાં જણાવ્યું કે, હાલના સંજોગોમાં પિતાની NOC મેળવવી અશક્ય છે અને પાસપોર્ટ વિના પુત્રીનું ભવિષ્ય જોખમમાં પડી શકે છે.

ADVERTISEMENT
સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે પણ આ અરજીનો વિરોધ કર્યો ન હતો. ન્યાયમૂર્તિ એલ.એસ. પીરઝાદાએ પાસપોર્ટ નિયમો, 1980ની અનુસૂચિ 2 ની કલમ 4(3)નો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, જો માતા-પિતા અલગ રહેતા હોય પરંતુ કાયદેસર છૂટાછેડા ન થયા હોય, તો બંનેમાંથી એકની સંમતિ જરૂરી ગણાય. પરંતુ આ કેસમાં છૂટાછેડાનો હુકમનામું જારી થઈ ચૂક્યું છે અને બાળકો માતાની કસ્ટડીમાં છે એટલે પિતાની સંમતિ ફરજિયાત નથી.
ADVERTISEMENT
હાઇકોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું કે, પ્રાદેશિક પાસપોર્ટ અધિકારીને અરજદાર માતાની એકલ માતા તરીકેની અરજી પર વિચાર કરીને બંને સગીર બાળકોના પાસપોર્ટ એક અઠવાડિયામાં રિન્યુ કરવાના આદેશ આપવામાં આવે છે. આ નિર્ણય માત્ર એક મહિલાને નહીં, પરંતુ એવા તમામ સિંગલ પેરેન્ટ્સને રાહત આપે છે, જેઓ છૂટાછેડા બાદ બાળકોના અધિકાર અને દસ્તાવેજી પ્રક્રિયામાં અડચણોનો સામનો કરતા હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.