બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / VIDEO: કારમાંથી રસ્તા પર સૂતળી બોમ્બ ફેંકનારા બંને યુવાનની ધરપકડ, રાજકોટ પોલીસે મંગાવી માફી
Last Updated: 08:28 AM, 29 October 2025
Rajkot Viral Video : રાજકોટ શહેરમાં દિવાળી ઉજવણી દરમિયાન બે યુવાનો દ્વારા જોખમી રીતે ફટાકડા (સૂતળી બોમ્બ) ફોડવાની ઘટના સામે આવી હતી. આ તરફ દિવાળી ટાણે ચાલુ કારમાંથી બહાર ફટાકડા ફેંકતા બંને યુવાનોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
ADVERTISEMENT
સોશિયળ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ રાજકોટ પોલીસ હરકતમાં આવી અને બંને યુવકોની ઓળખ કરી તેમની અટકાયત કરી. પૂછપરછ દરમિયાન બંનેએ સ્વીકાર્યું કે, તેઓ મજાકમસ્તીમાં આ હરકત કરી રહ્યા હતા, પરંતુ તેમની આ બેદરકારીથી અન્ય લોકોના જીવને ગંભીર જોખમ પહોંચી શકત.
VIDEO: કારમાંથી રસ્તા પર સૂતળી બોમ્બ ફેંકનારા બંને યુવાનની ધરપકડ, રાજકોટ પોલીસે મંગાવી માફી#RajkotNews #ViralVideo #SutliBomb #PoliceAction #RajkotPolice #CrimeNews #GujaratNews #BreakingNews #ViralIncident #PublicSafety #RajkotUpdate #LawAndOrder #SocialMediaViral #VTVDigital pic.twitter.com/Isps4EwLeg
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 29, 2025
ADVERTISEMENT
પોલીસે બંને આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું અને આવી હરકત ફરી કદી ન કરવા માટે ચેતવણી આપી. સાથે જ સોશિયલ મીડિયામાં જાહેર માફી પણ મંગાવવામાં આવી જેથી અન્ય યુવાનો માટે આ ઘટના ચેતવણીરૂપ બની રહે.

ADVERTISEMENT
આ પણ વાંચો : ગુજરાત પર વરસાદી ખતરો ઘેરાયો! અંબાલાલ અને હવામાન વિભાગની એક જેવી આગાહી
રાજકોટ પોલીસે જણાવ્યું કે, જાહેર સ્થળે અથવા ચાલતી ગાડીમાંથી ફટાકડા ફોડવા જેવી જોખમી હરકતો સહન નહીં કરવામાં આવે. લોકોની સલામતી માટે આવા કૃત્યો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના પછી શહેરમાં અનેક લોકોએ પણ સોશિયલ મીડિયામાં પોલીસની ઝડપી કાર્યવાહીની પ્રશંસા કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.