બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત પર વરસાદી ખતરો ઘેરાયો! અંબાલાલ અને હવામાન વિભાગની એક જેવી આગાહી

વરસાદ આગાહી / ગુજરાત પર વરસાદી ખતરો ઘેરાયો! અંબાલાલ અને હવામાન વિભાગની એક જેવી આગાહી

Priykant Shrimali

Last Updated: 08:13 AM, 29 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Rain Forecast : હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આજે અને આવનારા કેટલાક દિવસોમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની શક્યતા

Gujarat Rain Forecast : રાજ્યમાં ફરી એક વાર મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરવા તૈયાર છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આજે અને આવનારા કેટલાક દિવસોમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ વિસ્તારોમાં પડશે અતિભારે વરસાદ

કચ્છ, અમરેલી અને ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં મેઘરાજાની પૂરેપૂરી હાજરી જોવા મળશે અને નદી-નાળા ભરાઈ શકે છે.

ભારે વરસાદની આગાહી ધરાવતા જિલ્લાઓ

ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. તાપી અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ વધુ સક્રિય રહેશે.

હળવા થી મધ્યમ વરસાદની શક્યતા

જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી અને દ્વારકા સહિતના સાઉરાષ્ટ્રના વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ હળવો વરસાદ પડી શકે છે. તે ઉપરાંત ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે.

અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી ?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 2 નવેમ્બર સુધી રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. નવેમ્બરની શરૂઆતમાં બંગાળના ઉપસાગરનો વિસ્તાર ફરી સક્રિય થશે, સાથે અરબી સમુદ્રમાં પણ હલચલની અસર દેખાશે.

આ પણ વાંચો : ગુજરાત માટે 'વેરીલો' વરસાદ! છેલ્લા 24 કલાકમાં 136 તાલુકામાં ખાબક્યો, જુઓ ક્યાં કેટલો

ઠંડીનો ચમકારો આવશે

ઉત્તર ભારતમાં 4 થી 8 નવેમ્બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) આવવાની સંભાવના છે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે. આ સિસ્ટમને કારણે મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડીનો ચમકારો અનુભવાશે. નવેમ્બરના બીજા સપ્તાહમાં પણ આ બદલાવ ચાલુ રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

heavy rain forecast Gujarat rain Ambalal Patel
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ