બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત માટે 'વેરીલો' વરસાદ! છેલ્લા 24 કલાકમાં 136 તાલુકામાં ખાબક્યો, જુઓ ક્યાં કેટલો

હવામાન અપડેટ / ગુજરાત માટે 'વેરીલો' વરસાદ! છેલ્લા 24 કલાકમાં 136 તાલુકામાં ખાબક્યો, જુઓ ક્યાં કેટલો

Vidhata Gothi

Last Updated: 07:34 AM, 29 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Weather Update: ગુજરાતમાં હાલમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 136 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધારે ડીસા તાલુકામાં 2.05 ઇંચ થયો છે.

હાલમાં ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ માવઠાને કારણે ગુજરાતના ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આગામી સાત દિવસની વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 136 તાલુકાઓમાં વરસાદ થયો છે.

છેલ્લા 24 કલાકમાં 136 તાલુકામાં વરસાદ

  • ડીસા - 2.05 ઇંચ
  • સુત્રાપાડા - 1.89 ઇંચ
  • પાટણ-વેરાવળ - 1.89 ઇંચ
  • તલાલા - 185 ઇંચ
  • બાવળા - 1.65 ઇંચ
  • રાધનપુર - 1.57 ઇંચ
  • ધોળકા - 1.57 ઇંચ
  • માંગરોળ - 1.46 ઇંચ
  • વિસાવદર - 1.42 ઇંચ
  • વઢવાણ - 1.33 ઇંચ
  • વાલીયા - 1.30 ઇંચ
  • ભેસાણ - 1.30 ઇંચ
  • માળિયા-હાટીના - 1.26 ઇંચ
  • ભચાઉ - 1.14 ઇંચ
  • દાંતિવાડા - 1.06 ઇંચ
  • કોડીનાર - 1.06 ઇંચ

હવામાન વિભાગે જણાવ્યું કે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર રચાયેલ ડિપ્રેશનને કારણે આજે 29 ઓક્ટોબરે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે. આજે અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જૂનાગઢ, ગીરસોમનાથ, બોટાદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગાહીની સાથે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

vtv app promotion

હવામાન વિભાગે જણાવ્યું કે, ઉત્તરપૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં સમુદ્ર સપાટીની ઉપર એક અપર એર સર્ક્યુલેશન છે. આ ટ્રફ હવે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પરના ડિપ્રેશન સાથે સંકળાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનથી ઉત્તરપૂર્વ રાજસ્થાન સુધી ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને મધ્ય ગુજરાત પ્રદેશમાં સરેરાશ સમુદ્ર સપાટીથી ઉપર ફેલાયેલું છે. આ સાથે ગઈકાલનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્ય ઉષ્ણકટિબંધીય પશ્ચિમી પ્રદેશોમાં એક ટ્રફ તરીકે ફેલાયેલું છે, જેના લીધે ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: ગુજરાત માટે આગામી ત્રણ દિવસ અતિભારે, ખેડૂત નહી સામાન્ય માણસ પણ થશે બરબાદ

Gujarat Weather Forecast: અરબી સમુદ્ર પર ડિપ્રેશન

પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 08 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધ્યું અને આજે 29 ઓક્ટોબર 2025 ના રોજ ભારતીય સમય મુજબ 02:30 કલાકે, વેરાવળ (ગુજરાત) થી લગભગ 440 કિમી દક્ષિણપશ્ચિમ, મુંબઈ (મહારાષ્ટ્ર) થી 420 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ, પણજી (ગોવા) થી 570 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં તે જ પ્રદેશ પર કેન્દ્રિત હતું. આગામી 36 કલાક દરમિયાન તે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં લગભગ ઉત્તર-પૂર્વ તરફ આગળ વધવાની સંભાવના છે.

ત્યારે આ ભારે વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. ગુજરાતના ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોની મહિનાઓની કમાણી પર પાણી ફરી વળ્યું છે. અનેક વિસ્તારોના ખેડૂતોના પાક ધોવાયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rainfall Data Weather News Gujarat Weather Update
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ