ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ફિલ્મનાં પ્રમોશન માટે ખોટી કલરબાજી કરી કોન્ટ્રોવર્સી પેદા કરનાર કલાકારો પર પોલીસ કાર્યવાહી

અમદાવાદ / ફિલ્મનાં પ્રમોશન માટે ખોટી કલરબાજી કરી કોન્ટ્રોવર્સી પેદા કરનાર કલાકારો પર પોલીસ કાર્યવાહી

Published By: Priykant Shrimali

Last Updated: 08:35 PM, 30 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Stunt Controversy : જાણીતા કલાકાર ટિકુ તલસણિયા, પ્રેમ ગઢવી અને જેસલ જાડેજા રાત્રી 11:30 પછી જાહેર માર્ગ પર બાઇક સ્ટંટ કરતા જોવા મળ્યા બાદ હવે સામે આવી Before-After વાળી રિલ

ADVERTISEMENT

Ahmedabad Stunt Controversy : ગુજરાતી ફિલ્મના પ્રમોશન દરમિયાન શહેરના સાયન્સ સિટી રોડ પર રોકડ સ્ટંટ કરવા મામલે ત્રાસ, સમયનો વ્યય અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થતા અમદાવાદ પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે. વિડિયો વાયરલ થયા બાદ પોલીસની તપાસમાં જણાયું કે, ફિલ્મના જાણીતા કલાકાર ટિકુ તલસણિયા, પ્રેમ ગઢવી અને બાઇક રાઈડર જેસલ જાડેજા રાત્રી 11:30 પછી જાહેર માર્ગ પર બાઇક સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે સ્ટંટ કરતું દૃશ્ય કેદ થયું હતું, જેમાં ટિકુ તલસણિયા અને અન્ય બાઇક ચલાવનારાઓ હેલ્મેટ વગર, ખતરનાક ગતિએ વાહન ચલાવતા જોવા મળ્યા.

ટ્રાફિક પોલીસની કાર્યવાહી

એ-ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે અને GJ-24-AA-1275 અને GJ-01-A-1121 સહિતના વાહનો ઓળખી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તે ઉપરાંત ટિકુ તલસણિયા (ઉ.વ-70), પ્રેમ ગઢવી (ઉ.વ-43) અને જેસલ જાડેજા (ઉ.વ-34) સામે ગુનો દાખલ કરીને ધરપકડ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

એક્ટર્સ દ્વારા માફી અને અપીલ

ટિકુ તલસણિયા અને પ્રેમ ગઢવી સહિત ત્રણેયે સોશિયલ મીડિયા દ્વારા માફી માગી છે. તેઓએ જણાવ્યું છે કે, લોકો અને વાહનોને અનિવાર્ય મુશ્કેલી માટે તેઓ દુઃખી છે અને ભવિષ્યમાં લોકો સાવચેતીપૂર્વક ડ્રાઇવિંગ કરે તે માટે પણ અપીલ કરી છે.

અન્ય કલાકાર પર કાર્યવાહી ન હોવાની ચર્ચા

વિડિયોમાં સ્પષ્ટપણે સ્ટંટ કરતી અભિનેત્રી માનસી પારેખ પણ નજર આવી હતી, છતાં તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ મુદ્દે કેટલીક ટીકા પણ ઉઠી છે કે, પોલીસ કાર્યમાં ભેદભાવ લાગુ પડ્યો હોવાનો આશય જણાઈ રહ્યો છે.

આ પણ વાંચો : ટીકુ તલસાણીયા, પ્રેમ ગઢવીની થઇ શકે છે ધરપકડ, માનસી પારેખ પણ ભાન ભૂલ્યા, પ્રોડ્યુસરે તો હાથ જ ખંખેર્યા

ફિલ્મ પ્રોડ્યુસરનો નિવેદન

પ્રોડ્યુસર સંજય સોનીએ જણાવ્યું કે, આ સ્ટંટ ફિલ્મના પ્રમોશન માટે નહોતાં કરાવ્યા અને મોડી રાત્રી રસ્તા પર કોઈ વાહન ન હોવાનું નોંધાવ્યું. વધુમાં વિડીયો પ્રોડક્શન હાઉસ દ્વારા નહીં વ્યક્તિગત રીતે કેદ કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Misri Tiku Talsania Misri Film Promotion Stunt Controversy

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ