બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / પોલીસ કમિશ્નરનું સૌથી મોટું નિવેદન : પ્લેન ક્રેશમાં કોઈના પણ બચવાની શક્યતા ખૂબ જ ઓછી

અમદાવાદ પ્લેન ક્રેશ / પોલીસ કમિશ્નરનું સૌથી મોટું નિવેદન : પ્લેન ક્રેશમાં કોઈના પણ બચવાની શક્યતા ખૂબ જ ઓછી

Priykant Shrimali

Last Updated: 06:25 PM, 12 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Plane Crash : અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે વિમાન દુર્ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે અકસ્માતની તીવ્રતાને જોતાં, કોઈના બચવાની શક્યતા ખૂબ જ ઓછી લાગે છે.

Ahmedabad Plane Crash : અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. પ્રારંભિક માહિતી મુજબ, આ વિમાનમાં 242 લોકો સવાર હતા. દુર્ઘટના સ્થળ પરથી આકાશમાં કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, અમદાવાદ એરપોર્ટ પરથી વિમાન ઉડાન ભર્યા પછી તરત જ આ અકસ્માત થયો હતો. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે વિમાન દુર્ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે અકસ્માતની તીવ્રતાને જોતાં, કોઈના બચવાની શક્યતા ખૂબ જ ઓછી લાગે છે.

અમદાવાદ પ્લેન દુર્ઘટના અંગે પોલીસ કમિશ્નર જી એસ મલિકે જણાવ્યું છે કે, કેટલાક ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હત પરંતુ તેમની સ્થિતિ અત્યંત નાજુક હતી અને તેમને બચાવવા મુશ્કેલ સાબિત થઈ રહ્યા છે. કમિશનર મલિકે કહ્યું કે, બચાવ કામગીરી ચાલુ છે, પરંતુ કાટમાળ અને આગની સ્થિતિને જોતાં, પરિસ્થિતિ અત્યંત પડકારજનક રહે છે.

ગુરુવારે બપોરે અમદાવાદના મેઘનાનગર વિસ્તારમાં એક મોટી વિમાન દુર્ઘટના બની હતી. લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફ થયાના થોડી મિનિટો પછી અચાનક નજીકની મેડિકલ કોલેજની ઇમારત સાથે અથડાઈ ગઈ. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિમાન ખૂબ જ નીચું ઉડતું હતું અને સીધું પાંચ માળની ઇમારતો સાથે અથડાયું, જેના કારણે તે ઇમારતોમાં આગ લાગી ગઈ. આ અકસ્માતમાં નજીકની ઘણી ઇમારતોને ભારે નુકસાન થયું છે અને ડઝનબંધ લોકો ઘાયલ થયા છે.

આ પણ વાંચો : લંડન જતી ફ્લાઇટમાં સવાર તમામ પેસેન્જરના મોત: ન્યૂઝ એેજન્સી AP, અમિત શાહ અમદાવાદ આવવા રવાના

આ બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનમાં ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 242 લોકો સવાર હતા. અકસ્માત સમયે બપોરના લગભગ 2 વાગ્યા હતા અને આ સ્થળ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકની નજીક આવેલું છે. એવી આશંકા છે કે ઘણા લોકો મૃત્યુ પામ્યા હશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Plane Crash Ahmedabad Ahmedabad Police Commissioner
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ