બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / અજબ ગજબ / Groom disrespectfully pulled Brides face into the cake , bride demanded divorce

OMG / લગ્નના દિવસે દુલ્હાની અપમાનજનક કરતૂત, ..અને દુલ્હને માંગી લીધો તલાક, ઘર સંસાર તૂટવાનું કારણ બની કેક, જુઓ શું બન્યું

Vaidehi

Last Updated: 07:21 PM, 17 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુલ્હાએ રિસેપ્શન દરમિયાન કંઈક એવું અપમાનજનક કૃત્ય કર્યું કે બીજાં દિવસે દુલ્હને પતિને ડાયવોર્સ પેપર મોકલી દીધાં.

  • લગ્નનાં દિવસે જ બની આ ઘટના
  • રિસેપ્શન દરમિયાન પતિએ કર્યું અપમાનજનક કૃત્ય
  • દુલ્હન ગુસ્સે થઈ અને આપી દીધાં ડાયવોર્સ પેપર

હાલમાં એક દુલ્હા-દુલ્હન સાથે કંઈક એવું થયું જે કોઈએ ક્યારેય પોતાના જીવનમાં થશે તેવું વિચાર્યુ ન હોય. લગ્નનાં દિવસે જ દુલ્હાએ પત્ની સાથે એવી અપમાનજનક હરકત કરી દીધી જેના લીધે દુલ્હને તેને ડાઈવોર્સ આપવાનો નિર્ણય લઈ લીધો. રિપોર્ટ અનુસાર દુલ્હને પોતાના પતિની સામે લગ્નથી પહેલાં માત્ર એક જ શરત રાખી હતી કે તેના ચહેરા પર કેક ન લગાડવામાં આવે. તેને પોતાનું માન જાળવવા આ પ્રકારની શરત રાખી હતી. પરંતુ દિલથી વિનંતી કરી હોવા છતાં દુલ્હાએ તેની સાથે અપમાનજનક કૃત્ય બધાની સામે જ કરી દીધું.જાણો સમગ્ર મામલો.

ક્રોધે ભરાઈ દુલ્હન
દુલ્હનની ભાવનાઓનું માન ન રાખતાં દુલ્હાએ જબરદસ્તી દુલ્હનનો ચહેરો વેડિંગ કેકમાં નાખી દીધો. જેના લીધે દુલ્હનની ભાવનાને ઠેસ પહોંચી. તે ગુસ્સે થઈ ગઈ અને બીજા દિવસે પતિને ડાયવોર્સ આપવાનો નિર્ણય કર્યો. મીડિયા સાથેની વાતચીત દરમિયાન દુલ્હને કહ્યું કે," મારા લગ્ન ક્રિસમસ પહેલાં થયાં હતાં અને મને આશા હતી કે જાન્યુઆરીનાં અંત સુધીમાં ડાયવોર્સ થઈ જશે. જ્યારે મારા બોયફ્રેંડે મને 2020માં મને પ્રપોઝ કર્યું ત્યારે મેં હા કરી. અમે બંનેએ લગ્નમાં એકસમાન જવાબદારીઓ નિભાવી હતી. મેં તેને માત્ર એક જ વિનંતી કરી હતી કે રિસેપ્શન દરમિયાન મારા ચહેરા પર કેક ન લગાડવામાં આવે. જે તેણે નકારી દીધી."

દુલ્હનને થઈ ગઈ એલર્જી
દુલ્હનનો ગુસ્સો ત્યારે વધી ગયો જ્યારે તેને કેકને લીધે એલર્જી થઈ ગઈ. તેણે કહ્યું કે," તે મારી એલર્જી વિશે જાણતો હતો પરંતુ તેણે એ બાબતે વિચાર્યુમ નહીં. તેણે મારું માંથુ પાછળથી પકડ્યું અને કેકમાં ચહેરો નાખી દીધો જેના લીધે હું ખુબ ગુસ્સે અને નારાજ થઈ હતી."

સેકન્ડ ચાન્સ ન આપવાનો નિર્ણય
"જ્યારે મેં મારા નિર્ણય વિશે કહ્યું ત્યારે બંને પરિવારનાં લોકો મને સમજાવા લાગ્યાં પરંતુ જ્યારે મારી સાથે આ ઘટના થઈ ત્યારે જ મેં મન મનાવી લીધું હતું. મેં તેને ડાયવોર્સ પેપર મોકલી દીધાં. હું એવા વ્યક્તિ સાથે કઈ રીતે રહી શકું છું જેને મારી ફીલિંગ્સની કોઈ કદર જ નથી."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ