બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 11:05 AM, 1 March 2024
કેતુ 4 માક્ચે હસ્ત નક્ષત્રમાં ગોચર કરશે. તેના બાદ બુધ ગ્રહ 7 માર્ચે મીન રાશિમાં અને 26 માર્ચે મેષ રાશિમાં ગોચર કરશે. શુક્રના ગોચર 7 માર્ચે કુંભ રાશિમાં અને 31 માર્ચે મીન રાશિમાં થશે. ગ્રહોના રાજા સૂર્ય દેવ 14 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે. મંગળ 25 માર્ચે શનિની રાશિ કુંભમાં ગોચર કરશે. 11 માર્ચે બુંધનો ઉદય મીન રાશિમાં થશે. ત્યાં જ શનિનો ઉદય કુંભ રાશિમાં 26 માર્ચે થશે.
ADVERTISEMENT
વૃષભ
આ 6 ગ્રહોની સ્થિતિમાં ફેરફારથી વૃષભ રાશિના લોકોને ગુડ ન્યૂઝ મળશે. જેની આશા પણ નહીં રાખી હોય. તમને માર્ચમાં નવી નોકરીની સાથે મોટી આવકની જોબ મળી શકે છે. ધન લાભ ખૂબ સારો થશે. જેનાથી તમારી નાણાકીય સ્થિતિમાં તેજીથી સુધાર થશે. શિક્ષા સાથે જોડાયેલા લોકોને સફળતા મળશે.
ADVERTISEMENT
કર્ક
માર્ચમાં સૂર્ય, બુધ, શનિ, મંગળ, શુક્ર અને કેતુના શુભ પ્રભાવથી તમારી વિદેશમાં નોકરી લાગી શકે છે અથવા તો વિદેશ ફરવાનું સપનું પુરૂ થઈ શકે છે. માર્ચમાં રોકાણ કરવાના સારા અવસર મળશે. જે તમને માલામાલ કરી શકે છે. લવ લાઈફ અને વિવાહની દ્રષ્ટિથી આ મહિનો સારો સાબિત થશે. નોકરીયાતને બોસનો સાથ મળશે.
સિંહ
માર્ચમાં ગ્રહોની રાશિ પરિવર્તનથી તમારી રાશિના લોકોની કિસ્મત ચમકશે. તમે જે પણ કાર્ય કરશો. તેમાં સફળતા મળશે કારણ કે સમય તમારાથી અનુકૂળ રહેશે. પાર્ટનરશિપના બિઝનેસ તમને ખૂબ જ સારો નફો આપશે. તમારા ઘન અને બળમાં વૃદ્ધીના સંકેત છે. યાત્રાથી તમારૂ ભાગ્યોદય થઈ શકે છે.
કન્યા
6 મોટા ગ્રહોની સ્થિતિઓમાં ફેરફારથી તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે. આવકના મામલામાં માર્ચ 2024 સારો સાબિત થસે. આવકના નવા સ્ત્રોત બનવામાં સફળતા મળશે. તમારા ભૌતિક સુખ અને સુવિધાઓમાં વધારો થશે. રોમાસ અને ગ્લેમર વધશે. માન સન્માન અને પદમાં વૃદ્ધિના સંકેત છે.
વૃશ્ચિક
તમારી રાશિના લોકો માર્ચમાં પ્રોપર્ટી કે નવી ગાડીનું સુખ પ્રાપ્ત કરશે. આ સમયમાં તમે રોકાણ કરશો તો તમને મોટો લાભ થશે. તમારા ધનમાં વધારો થશે. આ મહિને તમારા સંબંધ પહેલા કરતા વધારે મજબૂત થશે. જોબમાં સારૂ પ્રદર્શન કરશો. સેલેરી વધશે.
વધુ વાંચો: લગ્નમાં આવી રહી છે અડચણ? તો Phulera Dooj પર અપનાવો આ 3 ઉપાય, ગૂંજશે શરણાઇ
કુંભ
બિઝનેસ કરનાર લોકો માટે આ સુવર્ણ તક છે. તમારા બિઝનેસ પ્લાન સફળ થઈ શકે છે. જેનાથી તમારી લોટરી લાગી શકે છે. ધનની આવક ખૂબ સારી થશે. જોબ કરતા લોકો પોતાની આવક વધારવા માટે નવા કામ પણ શરૂ કરી શકે છે. માર્ચમાં તમે કંઈક એવું કરશો જેનાથી તમારા યશ અને કિર્તિમાં વધારો થશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.