બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 08:22 AM, 1 March 2024
આ વખતે ફુલેરા બીજ હિંદૂ પંચાંગ અનુસાર 12 માર્ચ 2024એ ઉજવવામાં આવી રહી છે. આ દિવસે રાધાકૃષ્ણની પૂજા કરવામાં આવે છે. તેના ઉપરાંત લગ્ન સાથે જોડાયેલા ઉપાય પણ આ દિવસે કરવા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આજના સમયમાં મોટાભાગે લોકો પોતાની પસંદગીથી લગ્ન કરે છે. પરંતુ ઘણી વખત પરિવારના કારણે કે પછી કુંડળીમાં બનેલા અમુક યોગના કારણે તેમના લવ મેરેજમાં અડચણ આવે છે. જો તમે પણ અડચણ આવી રહી છે તો ફૂલેરા બીજ પર આ સરળ ઉપાય કરીને આ મુશ્કેલીને દૂર કરી શકો છો.
ADVERTISEMENT
ફુલેરા બીજ પર કરો આ ઉપાય
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિના પ્રેમ વિવાહમાં મુશ્કેલીઓ આવી રહી છે તો ફૂલેરા બીજના દિવસે તે વ્યક્તિને ભોજપત્ર પર પીળા ચંદનથી પોતાના પ્રેમી કે પ્રેમિકાનું નામ લખીને તેને રાધાકૃષ્ણના ચરણોમાં અર્પિત કરી દો. આ ઉપાયથી પ્રેમ વિવાહમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે.
ADVERTISEMENT
ફુલેરા બીજના દિવસે રાધારાણી અને ભગવાન કૃષ્ણના સામે પોતાના પ્રેમી અને પ્રેમિકાનું નામ લેતા ‘ओम सृष्टिकर्ता मम विवाह कुरु कुरु स्वाहा’ આ મંત્રનો જાપ કરો. આમ કરવાથી તમારા વિવાહમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થઈ જશે અને ટૂંક સમયમાં જ તમારો પ્રેમ વિવાહ સંપન્ન થઈ જશે. ધ્યાન રાખો કે આ મંત્રનો જાપ કોઈની સામે ન કરવો એકલામાં કરો.
વધુ વાંચો: કેવા રહેશે તમારા આવનારા 30 દિવસ? રૂપિયો રિસામણા કરશે, જુઓ માસિક રાશિફળ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિના પ્રેમ વિવાહમાં મુશ્કેલી આવી રહી છે તેમણે ફુલેરા બીજના દિવસે હજારીગલના ફૂલોની માળા ભગવાન કૃષ્ણ અને રાધારાણીને અર્પિત કરવી જોઈએ. એક જ માળા બન્નેન અર્પિત કરો અલગ અલગ માળા ન ચડાવો. આ ઉપાયથી તમારા પ્રેમ સંબંધ મજબૂત થશે અને પ્રેમ વિવાહમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.