બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શું એક્સાઈઝ ડ્યુટી ઘટવાથી ઘટી જશે પેટ્રોલ-ડીઝલના ભાવ? આજે જ જાણી લેજો

જાણવું જરૂરી / શું એક્સાઈઝ ડ્યુટી ઘટવાથી ઘટી જશે પેટ્રોલ-ડીઝલના ભાવ? આજે જ જાણી લેજો

Bijal Vyas

Last Updated: 06:59 PM, 27 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નરેન્દ્ર મોદીનુ અનુવાઇ વાળી કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટીમાં નોંધપાત્ર ઘટાડો કરવાની જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણય મુજબ પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી અગાઉના 13 રુપિયા પ્રતિ લિટરથી ઘટાડીને 3 રુપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે.

નરેન્દ્ર મોદીનુ અનુવાઇ વાળી કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટીમાં નોંધપાત્ર ઘટાડો કરવાની જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણય મુજબ પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી અગાઉના 13 રુપિયા પ્રતિ લિટરથી ઘટાડીને 3 રુપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. જ્યારે ડીઝલ પરની 10 રુપિયા પ્રતિ લિટર ડ્યુટી સંપૂર્ણપણે શૂન્ય કરવામાં આવી છે. આ પગલાને કારણે આવનારા દિવસોમાં ઈંધણના ભાવમાં રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જે સામાન્ય જનતાને મોંઘવારીના સમયમાં રાહત આપી શકે છે. સરકાર તરફથી કરવામાં આવ્યા બાદ લોકો આશા કરી રહ્યા છે કે તેલ કંપનીઓની કિંમતોમાં કપાત કરે છે. શું તેલની કિંમતોમાં ઘટાડો થશે ?

શું આનો સીધો ફાયદો જનતાને થશે?

કેન્દ્ર સરકારે જે કાપ પેટ્રોલ અને ડીઝલ પર કર્યો છે તેનો સીધો ફાયદો જનતા સુધી નહીં પહોંચે. ઓઇલ સેક્ટર પર નજર કરીએ તો એક્સપર્ટનું કહેવુ છે કે, હાલની પરિસ્થિતિઓમાં સરકાર તરફથી મળનારી આ છૂટ તેલ કંપનીઓ સુધી સિમિત રહી શકે છે. કારણ કે કાચા તેલની કિંમતોમાં ઝડપથી વધારો તેલ કંપનીઓને ભારે નુકસાન ઉઠાવવુ પડી શકે છે.

petrol-pump-simplw-2

તેલ કંપનીઓને થઇ રહ્યુ છે નુકસાન

રેટિંગ એજન્સી ઇક્રાએ ગુરુવારે એક નોટમાં લખ્યું છે કે, કાચા તેલની લગભગ કીંમત 100-105 ડોલર પ્રતિ બેરલ સુધી છે તો ઇંધણ રિટેલ વિક્રેતાઓનો પેટ્રોલ પર 11 રુપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 14 રુપિયા પ્રતિ લીટરનુ નુકસાન થશે. જો સરકાર તરફથી ટેક્સ કાપમાં રાહત નહીં આપે તો ત્યારની સ્થિતિમાં તેલ સ્થિતિમાં તેલ કંપનીઓ તરફથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો જોવા મળી શકે છે.

નાયરાના પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કર્યો વધારો

કાચા તેલની કિંમતોમાં વધારે ઝડપી નાયરાને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. કંપનીએ ગુરુવારે પેટ્રોલની કિંમતોમાં 5 રુપિયા અને ડિઝલમાં 3 રુપિયા પ્રતિ લીટરનો વધારો કરે છે. નાયરાના પંપો પર હવે પેટ્રોલ 100.71 રુપિયા અને ડિઝલ 91.31 રુપિયા પ્રતિ લીટર છે. ઉલ્લેખનીય છે કે જિયો-બીપી અને પબ્લિક સેક્ટરની તેલની કંપનીઓના ભાવની કિંમતોમાં કોઇ બદલાવ કર્યો નથી. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.77 રુપિયા અને ડિઝલની કિંમત 87.67 રુપિયા પ્રતિ લીટર પર સ્થિર બનેલી રહી છે.

આ પણ વાંચોઃ વગર ઇન્ટરનેટ કેવી રીતે કરી શકશો UPI પેમેન્ટ? આજે જ નોટ કરી લો

સરકારે શુ કહ્યું ?

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સરકાર તરફથી કરવામાં આવેલ કપાત બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી છે. તેમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકારની પાસે હાલના સમયમાં ફક્ત બે જ વિકલ્પ બચે છે. કાચા તેલની કિંમતોમાં વધારો કે જનતા કે પછી સરકાર. મંત્રીએ કહ્યું કે, સરકાર એ માટે ટેક્સમાં કાપ કર્યો છે. જેનાથી જનતા પર કિંમતોનો દબાણ ના બને.

પ્રીમિયમ પેટ્રોલની કિંમતોમાં વધારો

ઉલ્લેખનીય છે કે, તેલ કંપનીઓના પ્રીમિયમ પેટ્રોલની કિંમતોમાં 2 રુપિયાથી 2.35 રુપિયા સુધી વધારો કર્યો છે. ત્યાં કમર્શિયલ ડિઝલની કિંમતોમાં વધારો કર્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

tax free govt cut excise duty petrol diesel
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ