બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / government school open federation of parents association

આરોગ્યની ચિંતા / ગુજરાત સરકારના સ્કૂલ શરુ કરવાના નિર્ણયનો વાલીઓએ કર્યો વિરોધ, જાણો શુ કહ્યું

Divyesh

Last Updated: 03:37 PM, 6 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ના વર્ગો શરુ કરવાને લઇને સરકારે મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. જો સ્કૂલ શરુ કરવાના નિર્ણયને લઇને ફેડરેશન ઓફ પેરેન્ટસ એસોસિએશનના સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

  • સ્કૂલ શરૂ કરવાના નિર્ણયને લઇ પેરેન્ટ્સ એસોસિએશનનો વિરોધ
  • ધોરણ-10 અને 12ના વર્ગો શરૂ કરવાના નિર્ણયનો વિરોધ
  • ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસોસિએશનના સભ્યો દ્વારા કરાયો વિરોધ

રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10 અને 12ના વર્ગો શરુ કરવાના નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે સરકારના આ નિર્ણયનો ફેડરેશન ઓફ પેરેન્ટસ એસોસિએશનના સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. 

ફેડરેશન એસોસિએશનના સભ્યો વિરોધની રજૂઆત કરવા કમલમ પહોંચ્યાં હતા. એસોસિએશનના સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી કે વેક્સિનનું સફળ પરીક્ષણ ન થાય ત્યાં સુધી સ્કૂલ ન ખોલવા માંગ કરી હતી. આ અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષને રજૂઆત કરવા કમલમ પહોંચ્યાં. 

ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘે વધાવી

ગુજરાતમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આજે ધોરણ 10 અને 12 માટે શાળાઓ ખોલવાની જાહેરાત કરવામાં આવી. શિક્ષણમંત્રીની જાહેરાતને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘે વધાવી લીધી છે. શિક્ષણ સંઘે જણાવ્યું કે આ નિર્ણયથી વિદ્યાર્થીઓ ટેન્શન મુક્ત થશે તેમજ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાની તૈયારી કરી શકશે. 

રાજ્યમાં શાળા શરૂ થવા મુદ્દે કોંગ્રેસની પ્રતિક્રિયા

ગુજરાતમાં ધોરણ 10 અને 12 માટે શાળા ખોલવાના નિર્ણય અંગે કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસ દ્વારા જણાવામાં આવ્યું છે કે શિક્ષણની સાથે બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરવી જોઇએ. સરકારે હજી સંક્રમણ અટકી ગયાની સ્પષ્ટતા કરી નથી. બાળકો 10 મહિના બાદ શાળાએ પહોંચતા ટોળે વળશે. સરકારે બાળકોના આરોગ્યની ચિંતા કરવી જોઇએ. 

કોંગ્રેસે શાળા શરુ કરવા મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે માસ પ્રમોશન નહી આપવાના નિર્ણયને આવકારીએ છીએ. ઓફલાઇન-ઓનલાઇન શિક્ષણનો નિર્ણય તર્કવિહોણો  છે. શિક્ષકોની ઘટ વચ્ચે શિક્ષણકાર્ય પર અસર થશે. ખાનગી શાળાઓના દબાણથી શાળાઓ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના કંટ્રોલમાં ન આવે ત્યાં સુધી શાળા શરુ ન કરવી જોઇએ. 

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad gujarat school અમદાવાદ ગુજરાત સ્કૂલ School
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ