બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / સુરત / Gopal Italiyas viral video BJP AAP allegation counter accusation

સુરત / ગોપાલ ઇટાલીયાના વાયરલ વીડિયોને લઇ ભાજપ-આપ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનું ઘમાસાણ, જાણો મામલો

Kishor

Last Updated: 04:27 PM, 10 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AAPના ગોપાલ ઇટાલીયાનો વીડિયો વાયરલ થયો છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અશોભનીય ભાષાનો ઉપયોગ કરતાં ભાજપે AAP પર પ્રહાર કર્યા છે.

  • AAPના ગોપાલ ઇટાલીયાનો વાયરલ વીડિયોનો મામલો 
  • વીડિયોમાં ઇટાલીયાએ PM મોદી માટે વાપર્યા અપશબ્દો 
  • ઇટાલીયાના વીડિયોને લઇ ભાજપે કર્યા AAP પર પ્રહાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ રાજ્યમાં બરોબરનો રાજકીય માહોલ જામ્યો છે. ગુજરાતનો ગઢ જીતવા ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે જોરદાર જંગ ખેલાશે. તેવામાં AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાનો વીડિયો વાયરલ થતા ભારે ચર્ચા જાગી છે. બીજી તરફ વાયરલ વિડીયોને લઇને ભાજપ- આપ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનું યુદ્ધ ખેલાઈ રહ્યું છે. 

વીડિયોને લઇ ભાજપે કર્યા AAP પર પ્રહાર 
ચૂંટણી અગાઉ વાયરલ થયેલ વિડીયોમાં ગોપાલ ઈટાલીયા PM મોદી વિરુદ્ધ બેફામ વાણી-વિલાસ આચરતા નજરે પડે છે. વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી  વિરુદ્ધ અશોભનીય ભાષાનો ઉપયોગ કરતાં હોવાનું પણ સામે આવ્યું છે, જે વીડિયોને લઈ ભાજપે AAP  પર આકરા પ્રહાર પણ કર્યા હતા. ગોપાલ ઈટાલીયાએ PM પદની ગરિમા ન જાળવી હોવાનું જણાવાયું હતું. વધુમાં ભાજપના રાષ્ટ્રીય સોશ્યલ મીડિયા ઈન્ચાર્જે  અમિત માલવીયાએ આ વીડિયો  ટ્ટવિટ કર્યો છે. 

 
ભાજપ મોંઘવારીની વાતો કરવાને બદલે વિડીયો બતાવે છે : ગોપાલ ઈટાલિયા
બીજી તરફ આ મામલે પ્રદેશ AAP પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ સુરતમાં પત્રકાર પરિષદ યોજી હતી. જેમા આ વિડીયો જૂનો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે દાવા સાથે જણાવ્યું કે જુના વીડિયો લાવીને ભાજપ વાયરલ કરી રહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે કેજરીવાલની સભાને ગુજરાતની જનતાનો પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. હોસ્પિટલ, શિક્ષણ, નોકરી, ખેડૂતોના પ્રશ્નો પર પણ મારો વીડિયો છે. એટલું જ નહી AAPની સરકાર બની રહી છે એટલે આવા બોગસ વીડિયો વાયરલ થઇ રહ્યા હોવાનું ઇટાલિયાએ જણાવ્યું હતું. ભાજપ CNGની મોંઘવારીની વાતો કરવાને બદલે વીડિયો બતાવી રહી છે.  આ ઉપરાંત મારી ભાષા ખરાબ હોય તો મને ફાંસી પર ચડાવી દો, જેલમાં પુરો પણ જનતાને જવાબ આપો તેમ જણાવી લઠ્ઠાકાંડના આરોપીઓને જેલભેગા ક્યારે કરશો ? અને ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપરો કેમ ફુટે છે ? તે બાબતે પણ ગોપાલ ઇટલીયાએ અણીયારો સવાલ ઉઠાવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ