ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ટેક અને ઓટો / Google's big announcement, now this change will happen in Gmail, you will benefit from this

ગુડ ન્યૂઝ / Google ની મોટી જાહેરાત, હવે Gmail માં થશે આ ફેરફાર, તમને થશે આ ફાયદો

Published By: Pravin

Last Updated: 07:33 PM, 2 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Google એ જાહેરાત કરી છે કે કંપની Gmail માટે નવી ડિઝાઇન લોન્ચ કરવાની છે.

ADVERTISEMENT

Google લોન્ચ કરશે Gmail ની નવી ડિઝાઇન 
સરળતાથી Googleની અન્ય એપ્સમાં સ્વિચ કરી શકાશે 
યુઝર્સને નવા ઈન્ટરફેસમાં નોટિફિકેશન બબલ મળશે

રીડિઝાઇન Gmail એ Google Workspace માટે કંપનીના નવા પ્લાનનો એક ભાગ છે. નવી ડિઝાઇન પછી  Gmail યુઝર્સને એક જ જગ્યાએ Google Chat, Meet અને Space મળશે. નવા Gmail માં યુઝર્સને ઈન્ટીગ્રેટેડ વ્યુ મળશે.  રીડિઝાઇન Gmail 2022 ના બીજા ક્વાર્ટરમાં તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ થશે.  એટલે કે, તમે આ વર્ષે જુલાઈ પહેલા Gmail નું નવું ઈન્ટરફેસ જોઈ શકશો.  Google Workspace અનુસાર Workspace યુઝર્સ 8 ફેબ્રુઆરીથી નવી ડિઝાઇન ટેસ્ટ કરી શકે છે. 

 Googleની અન્ય એપ્સમાં સરળતાથી સ્વિચ કરી શકાશે 
નવા લેઆઉટમાં યુઝર્સને ચાર બટન મળશે, જેની મદદથી તેઓ સરળતાથી Mail, Chat, Space અને Meet માં સ્વિચ કરી શકશે. અત્યારે યુઝર્સને Gmail, Chat અને Meetની ઍક્સેસ છે. અત્યારે યુઝર્સને Gmail, Chat અને Meet માટે કંબાઈંડ  લેઆઉટ મળે છે. 

યુઝર્સને નવા ઈન્ટરફેસમાં નોટિફિકેશન બબલ મળશે
નવા અપડેટ બાદ  ઇનલાર્જ વ્યુમાં એક સમયે માત્ર એક જ બટન જોઈ શકશે. આ સાથે યુઝર્સને નવા ઈન્ટરફેસમાં નોટિફિકેશન બબલ પણ મળશે, જે તેમને અન્ય ટેબ વિશે પણ માહિતી આપશે. Google ના જણાવ્યા અનુસાર, જે યુઝર્સે નવા લેઆઉટ માટે અપડેટ કર્યું છે, તેઓને ટૂંક સમયમાં નવા ઓપ્શન દેખાવા લાગશે. 

એપ્રિલમાં બાકી રહેલા યુઝર્સ પણ  શિફ્ટ થઈ જશે 
કંપનીના જણાવ્યા અનુસાર Workspace માં ફેરફારની જાહેરાત ગત વર્ષે સપ્ટેમ્બરમાં કરવામાં આવી હતી. તેમાંના એક ફીચરની મદદથી યુઝર્સ Google Meet વિના અન્ય Gmail યુઝર્સને વન-ટુ-વન કોલ કરી શકે છે.  કંપનીએ કહ્યું કે જે લોકોને Gmailનું નવું લેઆઉટ મળ્યું નથી, તેઓ એપ્રિલથી તેમાં શિફ્ટ થઈ શકશે. કંપનીના જણાવ્યા અનુસાર કાયમી ફેરફાર પહેલા, Gmail યુઝર્સને જૂના મોડ પર પાછા ફરવાની તક મળશે, પરંતુ વર્ષ 2022 ના બીજા ક્વાર્ટરના અંત સુધીમાં, આ સુવિધાને મંજૂરી આપવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Announcement Gmail Google ReDesign Good News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ