બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Playstore પર ગૂગલની કાર્યવાહી! 17 લાખથી વધુ ફ્રોડ એપ્લિકેશન કરી ડિલીટ

ટેકનોલોજી / Playstore પર ગૂગલની કાર્યવાહી! 17 લાખથી વધુ ફ્રોડ એપ્લિકેશન કરી ડિલીટ

Jinal Chauhan

Last Updated: 09:48 AM, 21 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૂગલે Android યુઝર્સની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. કંપનીએ પોતાના Google Play Store પરથી 17.5 લાખથી વધુ શંકાસ્પદ અને ફેક એપ્સ ડિલીટ કરી દીધી છે.

ગૂગલે Android યુઝર્સની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. કંપનીએ પોતાના Google Play Store પરથી 17.5 લાખથી વધુ શંકાસ્પદ અને ફેક એપ્સ દૂર કરી દીધી છે. સાથે જ લગભગ 80 હજાર ડેવલપર એકાઉન્ટને કાયમી રીતે બ્લોક કરવામાં આવ્યા છે. 2025માં Android ઇકોસિસ્ટમને વધુ સુરક્ષિત બનાવવાના પ્રયાસ તરીકે આ પગલું મહત્વનું માનવામાં આવે છે.

એપ્લિકેશનમાં ખતરનાક મલવેર

માહિતી મુજબ, હટાવવામાં આવેલા મોટા ભાગના એપ્સમાં ખતરનાક મલવેર છુપાયેલું હતું. આ એપ્સ યુઝર્સની જાણ વગર પેઇડ સબ્સ્ક્રિપ્શન ચાલુ કરી શકતા બેંકિંગ અને વ્યક્તિગત માહિતી ચોરી શકતા અથવા ઓનલાઈન છેતરપિંડી કરી શકતા હતા. કંપનીના AI આધારિત સુરક્ષા સિસ્ટમ દ્વારા આવા એપ્સને સમયસર ઓળખી લેવામાં આવ્યા હતા જેના કારણે તેઓ મોટા પ્રમાણમાં યુઝર્સ સુધી પહોંચતા પહેલાં જ રોકી દેવામાં આવ્યા.

malware.png

2.55 લાખ એપ્સ બ્લોક

Googleએ વધુમાં જણાવ્યું કે આશરે 2.55 લાખ એપ્સને સંવેદનશીલ યુઝર ડેટા સુધી પહોંચતા પહેલાં જ બ્લોક કરવામાં આવ્યા. આથી ડેટા ચોરી અને નાણાકીય છેતરપિંડીની અનેક સંભાવનાઓ અટકાવી શકાયા છે.વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરનારા અને છેતરપિંડી ફેલાવતા 80 હજાર ડેવલપર એકાઉન્ટને કાયમી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે યુઝર્સની સુરક્ષા સૌથી અગત્યની છે અને આવા ડેવલપર્સને ફરી તક આપવામાં આવશે નહીં.

ફેક રિવ્યૂ કર્યા ડિલીટ

આ કાર્યવાહી માત્ર એપ્સ સુધી સીમિત નથી. કંપનીએ 16 કરોડથી વધુ ફેક રિવ્યૂ અને રેટિંગ્સ પણ દૂર કર્યા છે જેથી યુઝર્સ ખોટી માહિતીના આધારે એપ ડાઉનલોડ ન કરે. હવે એપ્સની તપાસ તેમની શરૂઆતના ડેવલપમેન્ટ સ્ટેજથી જ AI ટૂલ્સ દ્વારા કરવામાં આવી રહી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ રેલવેમાં મોકો! એપ્રેન્ટિસની 5349 જગ્યાઓ પર પડી ભરતી, 10 પાસ કરી શકે છે એપ્લાય

કોને મળશે લાભ

આ કડક પગલાંનો સીધો લાભ ભારત સહિત સમગ્ર વિશ્વના Android યુઝર્સને મળશે. ઓછા ફેક એપ્સ, ઓછી ઓનલાઈન ઠગાઈ અને વધુ સુરક્ષિત ડાઉનલોડિંગ અનુભવ એ આ અભિયાનનો મુખ્ય હેતુ છે. Googleએ સંકેત આપ્યો છે કે ભવિષ્યમાં સુરક્ષા તંત્રને વધુ મજબૂત બનાવવામાં આવશે જેથી Play Store વધુ વિશ્વસનીય અને સુરક્ષિત પ્લેટફોર્મ બની શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Android Security 2025 Google Play Store Crackdown Fraud Apps Removed
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ