બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / google pay starts instant loan service

સુવિધા / Google Pay નું નવું જોરદાર ફિચર, તાત્કાલિક મળી શકશે એક લાખ રૂપિયા, જાણો કઈ રીતે

Khyati

Last Updated: 01:19 PM, 16 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમને કોઈપણ ઈમરજન્સીમાં એક લાખ રૂપિયાની જરૂર હોય, તો Google Payની આ સેવા તમારા માટે ઘણી મદદરૂપ થશે.

  • Google Pay પરથી મળી જશે લૉન
  • એક લાખ રુપિયા સુધીની મળી શકશે લૉન
  • DMI ફાયનાન્સ લિમિટેડે Google Pay સાથે શરુ કરી સેવા 

આજના ડિઝિટલ યુગમાં આંગળીના ટેરવે દુનિયા થઇ ગઇ છે. તેવી જ નાણાકીય લેવડ દેવડ પણ હવે સેકન્ડોમાં થઇ રહી છે. કારણ કે ડિઝિટલ પેમેન્ટની સુવિધાને કારણે પૈસા ટ્રાન્સફર અને ચૂકવણી ચપટીમાં શક્ય બની છે..આ માટે આપણે ગૂગલ પે , ફોન પે,પે ટીએમ જેવી એપનો ઉપયોગ કરતા હોઇએ છીએ. ત્યારે હવે ગૂગલ પેએ એક સુવિધાબહાર પાડી છે. જેના થકી તમને ઇન્સ્ટન્ટ લૉન પણ સરળતાથી મળી જશે.

શું છે Google Payની નવી સુવિધા

જો તમારે ઇમરજન્સીમાં રુપિયાની જરુર હોય તો તમારે કોઇ સામે હાથ ફેલાવવાની જરુર નહી પડે. કારણ કે હવે ગુગલ પે દ્વારા ઇન્સ્ટન્ટ લોનની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં તમને મિનિટોમાં એક લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન મળી જશે. DMI ફાયનાન્સ લિમિટેડે Google Pay સાથે ડિજિટલ પર્સનલ લોન ઓફર કરવા માટે એક નવી સેવા શરૂ કરી છે.

કોને મળશે લૉનનો લાભ  ?

Google Payનો ઉપયોગ કરતા દરેક વપરાશકર્તાને ત્વરિત લોન સેવાનો લાભ મળશે નહીં. તમારી ક્રેડિટ હિસ્ટ્રીના આધારે નક્કી કરવામાં આવશે કે તમને લોન મળશે કે નહીં. આ સુવિધા હેઠળ, DMI ફાયનાન્સ દ્વારા નિર્ધારિત માપદંડો અનુસાર પૂર્વ-લાયકાત ધરાવતા લાયક વપરાશકર્તાઓ નક્કી કરવામાં આવશે. આવા ગ્રાહકોને Google Pay દ્વારા લોન આપવામાં આવશે.

મિનિટોમાં પૈસા આવી જશે

જો તમે પૂર્વ-મંજૂર ગ્રાહક છો, તો તમારી ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશનની પ્રક્રિયા વાસ્તવિક સમયમાં કરવામાં આવશે. પ્રક્રિયાની થોડી જ મિનિટોમાં તમારા બેંક ખાતામાં પૈસા આવી જશે.

કેટલા મહિના માટે લોન મળશે?

આની મદદથી તમે વધુમાં વધુ એક લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો. આ રકમ વધુમાં વધુ 36 મહિનામાં ચૂકવવાની રહેશે. DMI Finance અને Google Payની આ સેવા દેશમાં 15 હજારથી વધુ પિન કોડ માટે શરૂ કરવામાં આવી રહી છે.

કેવી રીતે લૉન માટે એપ્લાય કરશો? 

1. સૌથી પહેલા મોબાઈલ પર Google Pay એપ ખોલો.
2. જો તમે પૂર્વ-મંજૂર લોન મેળવવા માટે પાત્ર છો, તો પ્રમોશન હેઠળ મની વિકલ્પ દેખાશે.
3. અહીં તમે લોન પર ક્લિક કરો.
4. હવે ઑફર્સનો વિકલ્પ ખુલશે. આમાં, DMI નો વિકલ્પ દેખાશે.
5. અહીં તમારે અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
6. અરજી પર પ્રક્રિયા કરવા પર, લોન મંજૂર થતાંની સાથે જ રકમ તમારા બેંક ખાતામાં આવી જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ