Google has now taken an important decision for the security of Ukraine
Google /
યુક્રેનની સુરક્ષા માટે હવે Google એ લીધો મહત્વનો નિર્ણય, રશિયન સેનાને પડશે મોટો ફટકો
Team VTV02:31 PM, 28 Feb 22
| Updated: 02:34 PM, 28 Feb 22
યુક્રેનની સુરક્ષા માટે ગૂગલ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા ગૂગલે દ્વારા યુક્રેનમાં ગૂગલ મેપ્સ અને લાઈવ ટ્રાફીકની સ્થિતી જાણવાનું ટૂલ્સ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.
યુક્રેનની સુરક્ષા માટે ગૂગલનો મોટો નિર્ણય
ગૂગલ મેપ્સ અને ટ્રાફિક ટૂલને કર્યું બંધ
રશિયન સેનાને પડી શકે છે મોટો ફટકો
યુક્રેનમાં જે પરિસ્થિતી સર્જાઈ છે. તેને ધ્યાનમાં રાખીને ગૂગલ હવે યુક્રેનની મદદે આવ્યું છે. જેમા તેણે ગૂગલ મેપ્સ ટૂલ્સને અસ્થાયી રૂપે ડિસેબલ કરી દીધું છે. આ ટૂલ્સ દ્વારા લાઈન ટ્રાફિકની સ્થિતી અને વિવિધ સ્થળોએ કેટલી ભીડ થઈ રહી છે. તે જાણવામાં મદદ મળતી હતી. આ મામલે ગતરોજ ગૂગલ દ્વારાજ જાણકારી આપવામાં આવી હતી.
ઘણા બધા દેશો લગાવ્યા પ્રતિબંધ
કંપનીએ આ મામલે જાણકારી આપતા કહ્યું કે યુક્રેનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાંમાં આવ્યો છે, કારણકે યુક્રેન રશિયાની સેના દ્વારા સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. આપમને જણાવી દઈએ કે રશિયાએ યુક્રેન પર જે હુમલો કર્યો છે તેને લઈને વિશ્વના ઘણા બાધા દેશોએ રશિયા સામે અલગ અલગ પ્રતિબંધ લગાવ્યા છે.
સૈનિકોના મોત મામલે રશિયાનું મૌન
ગૂગલ સહિત મોટી ટેક કંપનીઓ કહ્યું કે યુક્રેનમા તેમના યુઝર્સની સુરક્ષા માટે પણ નવા ઉપાયો કરવામાં આવી રહ્યા છે. જોકે આ યુદ્ધમાં બંન્નેને ભારે નુકશાન થયું છે. યુક્રેન દ્વારા તેમના સૈનિકોની મોતની પુષ્ટીઓ જાહેર કરવામાં આી રહી છે. પરંતુ આ મામલે રશિયા હજુ પણ મૌન સેવીને બેઠું છે. મોસ્કોએ પહેલી વાર માન્યું કે યુક્રેન સામેના યુદ્ધમાં તેમના સૈનિકોના પણ મોત થયા છે. પરંતુ સંખ્યા તેમણે નથી જણાવી.
રશિયાને નુકશાન થયું હાવોના ઉલ્લેખ
રશિયાના રક્ષા મંત્રાલયના પ્રવક્તા મેજર જનરલ ઈગોર કોનાશેન્કોવે કહ્યું કે અમારા ઘણા સૈનિકોના મોત થયા છે, અમુક સૈનિકો ઘાયલ થયા છે. જોકે મૃતક અને ઘાયલોની સંખ્યાનો હજુ ખુલાસો કરવામાં નથી આવ્યો. જોકે મેજર જનરલ કોનાશેન્કોવે આ વાત પર ભાર આપ્યો છે કે યુક્રેનના સૈનિકોને કારણે રશિયાને ઘણું નુકશાન થયું છે.
યુક્રેનને ભારે નુકશાન
ઉલ્લેખનીય છે કે યુક્રેન દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે તેમણે રશિયાના સાડા ત્રણ હજાર સૈનિકોને માર્યા છે. બીજી તરફ રશિયાએ પણ યુક્રેનના 1067 સૈન્ય અડ્ડાઓ પર નિશાન સાધ્યું છે. જેના કારણે યુક્રેનને પણ ભારે નુકશાન થયું છે.