ન્યૂઝ અપડેટ્સ
VTV / Tech & Auto / ટેક અને ઓટો / ભૂકંપથી હવે લોકોનો જીવ બચી જશે!ગૂગલ લાવી રહ્યું છે નવું ફીચર, જાણો
Last Updated: 03:20 PM, 9 October 2025
ADVERTISEMENT
Android સ્માર્ટફોનમાં ભૂકંપ એલર્ટની સુવિધા છે. આ ગુગલ ફીચર ભૂકંપની સ્થિતિમાં યુઝર્સને ચેતવણી આપે છે. ગુગલ કહે છે કે 2020 માં લોન્ચ થયા પછી, તેમણે 2,000 થી વધુ ભૂકંપ શોધી કાઢ્યા છે. 2023માં ફિલિપાઇન્સમાં 6.7 ની તીવ્રતાનો ભૂકંપ શોધી કાઢ્યો હતો અને લગભગ 2.5 મિલિયન લોકોને સુરક્ષા માટે એલર્ટ આપ્યું હતું.
ADVERTISEMENT
ગુગલ હવે આ એલર્ટને શેર કરવાના ફિચર પર કામ કરી રહ્યું છે. આ ફિચર આવ્યા પછી યુઝર્સ એલર્ટને સોશિયલ મીડિયા પર શેર કરી શકશે.જેથી લોકોને આફત વિશે એલર્ટ મળી શકશે.

ADVERTISEMENT
નવા ફિચરમાં કઈ સુવિધા મળશે
મળતી માહિતી પ્રમાણે એન્ડ્રોઈડના અર્થક્વેક એલર્ટમાં એક શેર એલર્ટનો ઓપ્શન પણ જોડવામાં આવી રહ્યો છે.યુઝર્સ તેને ફક્ત એક જ ટેપથી સોશિયલ મીડિયા અને અન્ય એપ્લિકેશન પર શેર કરી શકશે.આ ફિચર એક પ્રી ફિલ્ડ મેસેજ અને #AndroidEarthquakeAlerts હેશટેગ સાથે આવશે. જેનાથી યુઝર્સ ફેમિલિ મેમ્બર્સ અને સોશિયલ મીડિયા પર પણ એલર્ટ શેર કરી શકશે જેથી લોકો તેમનો જીવ બચાવી શકે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ હવેથી Android પર iPhone જેવા ફીચર્સ! કરી શકશો Emergencyમાં કરી શકશો Live વીડિયો કોલ

ADVERTISEMENT
ગૂગલ ફોનમાં લાગેલા એક્સલેરોમીટરને અલગ રીતે યુઝ કરીને તેને મીનિ સેસ્મોમીટર બનાવી દે છે. જે ભૂકંપના ઝાટકાને શોધી શકે છે. જ્યારે ફોન ભૂકંપના શરૂઆતના ઝાટકા અનુભવે ત્યારે તે લોકેશન અને વાઈબ્રેશન ડેટા ગૂગલના સર્વર પર મોકલે છે.
ADVERTISEMENT
જો કોઈ વિસ્તારમાં વધારે સિગ્નલ મળે તો સિસ્ટમ પૃષ્ટી કરીને એ વિસ્તારના Android સ્માર્ટફોન પર એલર્ટ નોટિફિકેશન આપે છે. ભૂકંપની તીવ્રતા 4.5ની આસપાસ હોય તો સાવધાન રહેવાનું એલર્ટ આપવામાં આવે છે. આ સાથે જ વધુ તીવ્રતા વાળા ભૂકંપ માટે યુઝરને એક્શન લેવા જેવા એલર્ટ આપવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો