ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / google and jio create panic among Chinese companies as they will make cheap phones together

માસ્ટર સ્ટ્રોક / ડીલ બાદ Jio અને Googleએ લીધો એવો નિર્ણય કે ચીની કંપનીઓ સરી પડી આઘાતમાં, લૉન્ચ કરશે આ ડિવાઈસ

Published By: vtvAdmin

Last Updated: 09:26 PM, 17 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jio અને Google બંને સસ્તો એન્ડ્રોઇડ આધારિત ફોન બજાર રજૂ કરશે. એ જાણ્યા બાદ ભારતીય બજારમાં સ્થિત ચીની કંપનીઓમાં ખળભળાટ મચી ગયો છે. મહત્વનું છે કે ચીન ભારતીય મોબાઇલ ઉદ્યોગ અને બજાર પર પ્રભુત્વ ધરાવે છે, પરંતુ Jio બજારના સમીકરણને બદલવા માટે જાણીતું છે.

ADVERTISEMENT

રિલાયન્સ Jioની 43મી AGM ગત બુધવારે યોજાઈ જેમાં રિલાયન્સના અધ્યક્ષ મુકેશ અંબાણી (મુકેશ અંબાણી)એ અનેક ઘોષણા કરી હતી. જેમાં સૌથી મોટી અને મહત્વની જાહેરાત રિલાયન્સ Jio અને Googleની ડીલ છે. AGMમાં સત્તાવાર રીતે કહેવામાં આવ્યું હતું કે Google રિલાયન્સ Jioમાં 33 હજાર કરોડનું રોકાણ કરીને ભાગીદારી સ્વીકારશે. આ પછી, Jio અને Google બંને એક સસ્તો એન્ડ્રોઇડ આધારિત ફોન બજારમાં રજૂ કરશે. ત્યાર બાદથી ભારતીય બજારમાં સ્થિર ચીની કંપનીઓમાં ગભરાટ ફેલાયો છે.

ચાઇનીઝ મોબાઇલ કંપનીઓ આઘાતમાં

ચીન ભારતીય મોબાઇલ ઉદ્યોગ અને બજાર પર પ્રભુત્વ ધરાવે છે, પરંતુ Jio બજારના સમીકરણને બદલવા માટે જાણીતું છે. Jio બજારમાં આવ્યું ત્યારથી જ ભારતમાં ઇન્ટરનેટ, ડેટા અને કોલિંગ રેટમાં જબરદસ્ત ક્રાંતિ આવી છે. હવે રિલાયન્સ Jioના સ્માર્ટફોન માર્કેટમાં પ્રવેશવાની તૈયારી બતાવી રહી છે અને આ માટે Jioએ Google અને ક્વૉલકોમ સાથે ભાગીદારી કરી છે, જેનાથી ભારતીય બજારોમાં પગ મૂકનાર ચાઇનીઝ મોબાઇલ કંપનીઓને આંચકો લાગ્યો છે.

ચાઇનીઝ મોબાઇલ કંપનીઓ હજી પણ ભારતીય બજારોમાં પ્રભુત્વ ધરાવે છે

હાલમાં, Xiaomi, RealMe, Oppo, Vivo જેવી ચીની બ્રાન્ડ્સ ભારતીય બજારમાં છે. તેનું કારણ એ છે કે એન્ટ્રી લેવલ ફોન્સને કારણે આ કંપનીઓ ખૂબ પ્રખ્યાત થઈ છે. ચીની કંપનીઓ પણ માર્કેટ શેર પર પ્રભુત્વ ધરાવે છે. 

Read Also : Jio રોકાણકારોની ફેવરિટ કેમ? દોઢ લાખ કરોડથી વધુનું રોકાણ વિદેશી! જાણો કઈ કંપનીનું કેટલું?

ચાઈનીઝ સામાનના બહિષ્કારનો માહોલ બંને કંપનીઓ માટે ફાયદાકારક

પહેલીવાર, ચીની કંપનીઓને એટલી ચિંતા થઈ છે કારણ કે તેઓ જાણે છે કે Jio બજારમાં પ્રવેશતાની સાથે જ બજારનાં સમીકરણો બદલી શકે છે. દરેક જીઓ બજારમાં નવી ક્રાંતિ લાવવાના ઇતિહાસથી પરિચિત છે. તેથી, સ્માર્ટફોન માર્કેટમાં Jio ની રજૂઆત સાથે, Google માર્કેટમાં મોટી ઉથલ-પાથલની અપેક્ષા રાખે છે. આ સમયે, ચીન સામે ભારતીયોનો ગુસ્સો અને ચીની ચીજોનો બહિષ્કાર પણ Jio અને Google માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Jio 5G ફોન માર્કેટમાં પ્રવેશી શકે છે

આમાં સૌથી ખાસ વાત એ છે કે રિલાયન્સ Jioએ દેશી 5 જી વિકસાવવાની પણ જાહેરાત કરી છે, તેથી તેમાં કોઈ શંકા નથી કે Jio બજારમાં 5 જી ફોન્સ લોન્ચ કરશે.

છેલ્લાં 3 મહિનામાં 1.5 લાખ કરોડથી પણ વધુ વિદેશી રોકાણ મળ્યું Jioને

સંકળાયેલા મુદ્દાઓ

Chinese Companies Google and Jio Reliance Jio ril agm Reliance jio

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ