ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
Jioએ ફેસબુક, ગૂગલ અને અન્ય કંપનીઓનું કુલ 15 અબજ ડોલરનું એટલે કે આશરે 1 લાખ 52 હજાર કરોડ રૂપિયાનું રોકાણ છેલ્લા થોડા જ મહિનાઓમાં મેળવ્યું છે. નોંધનીય છે કે ભારત સહિત વિશ્વભરમાં અત્યારે કોરોના વાયરસ મહામારીમાં અર્થતંત્રને મોટો ફટકો પડ્યો હોવા છતાં ભારતમાં ઇન્ટરનેટ અને ડિજિટલ ઈકોનોમી મજબૂત થઇ રહી હોવાથી Jioના રોકાણમાં વધારો થઇ રહ્યો છે.
ADVERTISEMENT
કઈ કંપનીઓએ ક્યારે કેટલું રોકાણ કર્યું?
ADVERTISEMENT
આવી સ્થિતિમાં સામાન્ય રોકાણકારોમાં આશ્ચર્ય ફેલાયું છે કે Jio કઈ રીતે આટલી ઝડપથી પોતાનો આંશિક હિસ્સો વેચી રહ્યું છે. બિઝનેસના નિષ્ણાતોના મતે આ પાછળ રિલાયન્સની એક મહત્વની સ્ટ્રેટેજી કામ કરી રહી છે.
ટેલિકોમમાંથી ટેક મેજર કંપની તરફ પ્રયાણ
ADVERTISEMENT
ફ્રીમાં સિમ કાર્ડ, ટોક ટાઈમ અને ઈન્ટરનેટથી શરુ કરેલી Jioની યાત્રા હવે નવા મુકામે પહોંચી ગઈ છે. ફેસબુક અને ગૂગલ સાથેના જોડાણને કારણે Jio ફેસબુકના યુઝર્સનો ડેટાબેઝ, વૉટ્સએપની પહોંચ અને ગૂગલની ટેક્નોલોજીની મદદથી એક એવી સુપરએપ બનાવવાનું લક્ષ્ય રાખે છે જેમાં યુઝર વાતચીત, શોપિંગ, બેન્કિંગ, વાંચન, લેખન, ફૂડ ડિલિવરી, મ્યુઝિક સાંભળવું, મુવીઝ જોવા, હોટલ બુકીંગ જેવી તમામ સુવિધાઓ ફક્ત એક જ પ્લેટફોર્મ ઉપરથી કરી શકે.
કેમ વિદેશી કંપનીઓને Jioમાં આટલો વિશ્વાસ છે?
ADVERTISEMENT
Jioએ તેના રોકાણકારોને અને તેના ગ્રાહકોને અત્યાર સુધી જેટલા વચન આપ્યા છે તે બધા પાળી બતાવ્યા છે. તેઓ માર્કેટમાં ખૂબ વિશ્વાસપાત્રતા ધરાવે છે. મહત્વનું છે કે તેઓનું કેપિટલ સ્ટ્રક્ચર ખૂબ મજબૂત છે અને કંપનીનું રેગ્યુલેશન એટલે કે વ્યવસ્થાપન ઘણું સમર્થ છે.
કોરોના વાયરસ: નુકશાનમાં ફાયદો
ADVERTISEMENT
કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં લોકડાઉનને પગલે અર્થતંત્ર પડી ભાંગ્યું છે. જો કે સોશ્યલ ડિસ્ટન્સિંગ અને ઘરની બહાર નીકળવાનું ટાળવું જરૂરી હોવાથી લોકો ટેક્નોલોજી તરફ વળ્યાં છે. આ પગલે લોકો Jio ઉપર વધુ આશ્રિત બની શકે છે જ્યા તેઓ Jio ઉપરથી ફૂડ ડિલિવરી, રેશન ડિલિવરી, બેન્કિંગ, પેમેન્ટ જેવી સુવિધાઓનો મહત્તમ ઉપયોગ કરી શકે તેવી તકો છે.
મુકેશ અંબાણીની ગણતરી
ADVERTISEMENT
Jioએ કંપનીના કેપિટલ એક્સ્પેન્ડિચર એટલે કે ખર્ચમાં કંપનીની શરૂઆતથી સારો એવો આંકડો ખર્ચ્યો છે. માર્ચ 2020 મુજબ 21 અબજ ડોલરની ડેટ એટલે કે દેવું છે જયારે બીજા 21 અબજ ડોલરના બીજા પેમેન્ટ, સ્પેક્ટ્રમ ફીઝ વગેરેનું દેવું છે. આ ડીલ્સથી Jioને સારા એવા પ્રમાણમાં કેશ ફલૉ મળશે જેના પગલે તેઓ તેમનું દેવું ઘટાડવામાં સફળ રહેશે.
આમ તમામ મેદાનમાં જીત મેળવીને Jio દેશની સૌથી મજબૂત ટેક કંપની બનવાની હરોળમાં પોતાનું પ્રથમ સ્થાન વધુ મજબૂત કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો