બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / Good time for new investments, good chances of success, see today's horoscope
Dinesh
Last Updated: 12:09 AM, 4 April 2024
આજનું પંચાંગ
03 04 2024 બુધવાર
માસ ફાગણ
પક્ષ વદ
તિથિ નોમ
નક્ષત્ર ઉત્તરાષાઢા
યોગ શિવ
કરણ ગર
રાશિ મકર (ખ.જ.)
ADVERTISEMENT
મેષ (અ.લ.ઈ.)
મેષ રાશિના જાતકોને નવા રોકાણ માટે સારો સમય છે અને માતા-પિતાના સુખમાં વૃદ્ધિ થશે તેમજ સફળતાના સારા અવસરો મળશે, સુખને વહેંચવાનો અવસર મળશે
વૃષભ (બ.વ.ઉ.)
પિતાના સહકારથી કામમાં વૃદ્ધિ થશે અને ધંધામાં આર્થિક લાભની સંભાવના પ્રબળ જણાશે તેમજ ભાઈ-બહેનો વચ્ચે પ્રેમ વધશે, પરિવાર સાથે આનંદનો સમય પસાર થશે
ADVERTISEMENT
મિથુન (ક.છ.ઘ.)
સારા કાર્યોમાં પરિવારનો સહયોગ મળશે અને સબંધીઓ સાથે સંબંધો મધુર બનશે તેમજ પ્રભાવશાળી લોકોના સંગથી કામ સુધરશે, મિત્રોના સહકારથી અધૂરાં કાર્યો પૂરાં થશે
કર્ક (ડ.હ.)
કર્ક રાશિના જાતકોને સારા સમાચારથી મન પ્રસન્ન બનશે તેમજ કોઈ દૂરના સંબંધીથી સહયોગ મળશે અને સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે તેમજ વ્યવસાયમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે
સિંહ (મ.ટ.)
વિદ્યા-જ્ઞાન પ્રાપ્તિ માટે સારો સમય છે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે તેમજ પરિવાર સાથે સારો સમય વિતાવશો, માનસિક ચિંતા અને તનાવની સંભાવના
કન્યા (પ.ઠ.ણ.)
કન્યા રાશિના જાતકોને મહત્વની પરીક્ષાઓમાં સફળતા મેળવશો અને કામમાં ધ્યાન આપશો તો પરિણામ સારું મળશે તેમજ માનસિક થાક અનુભવશો, ધંધાકીય કામમાં મહેનત વધશે
તુલા (ર.ત.)
આ રાશિના જાતકોને કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું અને લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું તેમજ કરેલી મહેનત સારું ફળ આપશે, સમાજમાં માન-સન્માન મળશે
વૃશ્ચિક (ન.ય.)
નાના-મોટા કામમાં સારો લાભ થશે અને વ્યવસાયમાં નવા કામ કરવાની તક મળશે તેમજ હરવા-ફરવાના યોગ બને છે, પરિવારમાં સામાન્ય અશાંતિ અનુભવશો
ધન (ભ.ધ.ફ.ઢ.)
ધન રાશિના જાતકોને સારા માણસો સાથે કામ કરવાની તક મળશે અને સમયનો સદઉપયોગ કરી શકશો તેમજ મનગમતા કામમાં આપની રુચિ વધશે, શત્રુપક્ષથી સામાન્ય સાવધાની રાખવી
મકર (ખ.જ.)
મકર રાશિના જાતકોને સાથી કર્મચારીને સાથે રાખી કામકાજ કરશો અને પતિ-પત્નીના વિચારોમાં સામાન્ય મતભેદ જણાશે તેમજ ખર્ચની બાબતમાં સંભાળીને કામ કરવું, અવરોધ રહેવા છતાં સારી સફળતા મળશે
કુંભ (ગ.સ.શ.ષ.)
આ રાશિના જાતકોને આપના કામકાજની કદર થશે તેમજ આત્મવિશ્વાસથી કરેલા કામમાં સફળતા મળશે અને મિત્રો અને સહકર્મચારીથી લાભ થશે, દામ્પત્ય જીવન સુખમય રહેશે
મીન (દ.ચ.ઝ.થ.)
મીન રાશિના જાતકોને મનગમતા કાર્યો કરવાથી મન પ્રસન્ન રહેશે અને નોકરી-વ્યવસાયમાં સાચવીને કામ કરવું તેમજ મગજ ઉપર કામનો બોજો વધશે, અકારણ ક્રોધ ઉપર કાબૂ રાખવો
શુભાંક - આજનો શુભ અંક છે 3
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10:49 થી બપોરે 12:29 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 12:00 થી 1:30 સુધી
શુભ દિશા : બુધવારે છે મુસાફરી વર્જ્ય
અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
રાશિ ઘાત : કર્ક (ડ.હ.)
શું કરવું? : બુધકવચના અગિયાર પાઠ કરવા
શું ના કરવું? : ખોટી વાતોથી ભ્રમિત ના થશો
આજનો મંત્ર : રીમ્ ક્લીમ્ કૃષ્ણાય નમ:
આજનું દાન : ખાટા ફળોનું દાન કરો
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.