બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Mercury reverse movement begins in Aries golden period will come for people of these 3 zodiac signs who will have to be careful
Priyakant
Last Updated: 11:19 AM, 2 April 2024
ગ્રહોનો રાજકુમાર બુધની આજ 2 એપ્રિલે સવારના 03:43 કલાકે વિપરીત ગતિ શરૂ થઈ ગઈ છે. મેષ રાશિમાં બુધ ગ્રહ 24 દિવસ સુધી વક્રી રહેશે અને વક્રી અવસ્થમાં જ બુધ ગ્રહ મીન રાશિમાં પ્રવેશ કરશે. પછી 25 એપ્રિલની સાંજે 06:23 થી બુધ તેની વક્રી ચાલ પૂરી કરી અને સીધી દિશામાં ગતિ કરવા લાગશે. બુધની આ વક્રી ચાલના કારણે 3 રાશિ પર સકારાત્મક અને 3 રાશિ પર નકારત્મક અસર થઈ શકે છે. જ્યોતિષ આચાર્યનાં જણાવ્યા મુજબ આજથી શરૂ થયેલ બુધની વક્રી ગતિ સિંહ, કુંભ,મીન રાશિ માટે શુભ સાબિત થઈ શકે છે જ્યારે મેષ,વૃષભ અને કર્ક રાશિના લોકોએ બુધની વક્રી ગતિથી સાવધાન રહેવું પડશે.
ADVERTISEMENT
આ 3 રાશિના લોકો થશે માલામાલ
1) સિંહ:- મેષ રાશિમાં બુધની વિપરીત ગતિને કારણે સિંહ રાશિના જાતકો માટે સારા આર્થિક લાભના સંકેતો છે. તમારી કારકિર્દીમાં પ્રગતિની સંભાવનાઓ છે, તમને પ્રમોશન અને પગાર વધારાનો લાભ મળી શકે છે. વેપારમાં નફો મેળવવાની તક મળશે અને વિદેશમાં નોકરી કરવા ઇચ્છુકોને પણ સારા સમાચાર મળી શકે છે.
ADVERTISEMENT
2) કુંભ:- નોકરીયાત લોકોને બુધની વિપરીત ગતિથી લાભ થઈ શકે છે. તમે કોઈ મોટી સિદ્ધિ મેળવી શકો છો. આ 24 દિવસોમાં તમે જે પણ કામ કરશો, તેમાં સફળતા મળવાની શક્યતાઓ વધુ રહેશે. ઈચ્છિત કામ પણ મળી શકે છે. વેપાર માટે આ સુવર્ણ સમય છે.
3) મીન:- બુધનો ગ્રહ તમારા દામ્પત્ય જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે. લવ લાઈફ માટે પણ સારો સમય સાબિત થશે. તમને ભાગ્યનો સાથ મળશે, જે તમારી કારકિર્દીમાં તમારી સ્થિતિને મજબૂત બનાવશે. તમારી કોઈપણ ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે.
આ 3 રાશિના લોકો રહેસાવધાન
1) મેષ: - તમારી રાશિમાં બુધ વિપરીત થઈ રહ્યો છે જેથી તમારે તમારા કારકિર્દીમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન કરવી નહીં તો મોટું નુકશાન થઈ શકે છે. બોસથી સારા સંબંધ રાખવા નહિ તો નોકરી પર નકારત્મક અસર પડી શકે છે. અચાનક ધનનું નુકશાન પણ છે એટલે રોકાણ સમજી વિચારીને કરવું.
2) વૃષભ:- આ સમય દરમિયાન, તમારે તમારા નકામા ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે, નહીં તો તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. તેનાથી તમારા પર દેવાનું દબાણ વધી શકે છે. પારિવારિક જીવનમાં પણ તણાવની સ્થિતિ સર્જાઈ શકે છે. નોકરી અને વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ, નહીં તો તમારું કામ બગડી શકે છે.
વધુ વાંચો: એપ્રિલમાં આ દિવસે થવા જઇ રહ્યું છે સૂર્યગ્રહણ, જાણો કઇ રાશિ પર કેવી થશે અસર
3) કર્ક :- બુધની વિપરીત ગતિની અસર તમારા કારકિર્દી પર જોવા મળી શકે છે. આ 24 દિવસોમાં તમારું મન કામથી ભટકી શકે છે. કાર્યમાં સફળતા ન મળવાથી તમે દુઃખી થશો. આ સમયગાળા દરમિયાન, કોઈને પૈસા ઉધાર ન આપો, નહીં તો પૈસા અટકી શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.