બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 09:22 AM, 2 April 2024
સૂર્ય ગ્રહણને ખગોળીય અને જ્યોતિષીય દ્રષ્ટિથી ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. સૂર્ય ગ્રહણની ઘટના ત્યારે ઘટે છે જ્યારે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવી જાય છે. વર્ષ 2024ના એપ્રિલ મહિનામાં પણ સૂર્ય ગ્રહણ લાગશે. આ ગ્રહણને ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે. કારણ કે આવું ગ્રહણ 5 દશક પહેલા લાગ્યું હતું. એપ્રિલમાં કયા દિવસે આ ગ્રહણ લાગવા જઈ રહ્યું છે અને તેનું બધી રાશિઓ પર શું અસર થશે આવો જાણીએ.
ADVERTISEMENT
સૂર્ય ગ્રહણનો બધી રાશિઓ પર પ્રભાવ
મેષ
તમારા દ્વાદશ ભાવમાં સૂર્ય ગ્રહણ લાગશે માટે ધન સાથે જોડાયેલા મામલામાં પરેશાની થઈ શકે છે. ધાર્મિક મામલામાં તમારી રૂચિ થોડી ઓછી થશે. આત્મવિશ્વાસની કમી જોવા મળશે.
ADVERTISEMENT
વૃષભ
સૂર્ય ગ્રહણ તમારા માટે મિક્સ ફળ આપશે. ધન લાભ થઈ શકે છે પરંતુ ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાથી બચો.
મિથુન
વેપારીઓ માટે લાભની સ્થિતિ બની શકે છે. ધન સાથે જોડાયેલા મામલા માટે પણ સમય સારો રહેશે. માનસિક શાંતિ માટે યોગ ધ્યાન કરો.
કર્ક
સૂર્ય ગ્રહણના કારણે તમારા જીવનમાં થોડી અસ્થિરતા જોવા મળી શકે છે. કારણ વગર કામ દિનચર્યાને ખરાબ કરી શકો છો. પોતાના સારા વહેવારથી લોકોનું દિલ જીતી શકો છો.
સિંહ
મનમાં નકારાત્મક વિચાર ઘર કરી શકે છે. માટે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વેપારી કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લો.
કન્યા
જીવનસાથીની સાથે તાલમેળ બનાવી રાખો. કારણવગરની દલીલ ભારે પડી શકે છે. ધન સાથે જોડાયેલા મામલામાં સફળતાની પ્રાપ્તી થશે.
તુલા
તમારા ખર્ચા વધી શકે છે પરંતુ સાથે જ આવકમાં પણ સુધાર જોવા મળશે. આ રાશિના નોકરીયાત લોકોને સારા પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.
વૃશ્ચિક
શિક્ષાના ક્ષેત્રમાં એમુક અડચણો આવી શકે છે. જોકે વેપારીઓને સારા પરિણામ પ્રાપ્ત થશે. મહેનત કરવામાં પાછા ન પડો.
ધન
માતાના સ્વાસ્થ્યનું તમારે ધ્યાન રાખવું પડશે. વિદ્યાર્થીઓને વધારે મહેનત કરવી પડી શકે છે. ઘરના લોકોની સાથે તાલમેલ રાખો.
મકર
તમને નજીકના લોકોનો સહયોગ મળશે. પરંતુ કોઈને કોઈ કારણે માનસિક અશાંતિ થઈ શકે છે.
કુંભ
આ સમય દરમિયાન નિર્ણય લેવાની ક્ષમતા પ્રભાવિત થઈ શકે છે. ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લો. જોકે આવકમાં વૃદ્ધિના યોગ બનશે.
વધુ વાંચો: 30 વર્ષ બાદ શનિનો આ નક્ષત્રમાં પ્રવેશ, 6 એપ્રિલથી બદલાઈ જશે આ 3 રાશિના લોકોના દિવસો
મીન
આ રાશિના જાતકો માટે પણ સૂર્ય ગ્રહણ મિક્સ પ્રભાવ લઈને આવશે. વિદ્યાર્થીને લાભ થશે. પરિવારિક જીવનમાં થોડુ સંભાળીને ચાલો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.