ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
સોનું પ્રમાણમાં વધુ મોંઘું લાગવા લાગતા ચાંદીની જવેલરી અને વાસણોની જબ્બર માગ રહી છે.સિલ્વર આધારિત બેટરી માટે પણ માગ સતત વધી રહી છે. મહત્ત્વનું તો એ છે કે સિલ્વર ખાણોમાં કાચી ધાતુનો ટકાવારી હિસ્સો અને સપ્લાય સતત ઘટી રહ્યા છે, ત્યારે માગનું આવું વલણ સર્જાયું છે. કૉમોડિટી બજારમાં અત્યારે ચાંદી મજબૂત સ્થાન ધરાવે છે. 2020માં ચાંદી માટે અલગ દ્રષ્ટિકોણ રચાઈ રહ્યો છે
નિષ્ણાંતો શું કહે છે
મુંબઈમાં કોમડિટી નિષ્ણાતનું કહેવું છે કે સોના અને ચાંદીએ બહુ બધું વળતર ભલે ન આપ્યું હોય, પણ જો ટ્રેડ વોરમાં નવા ઇંધણ હોમાશે અથવા અનેક દેશોની વેપાર ખાધ વધુ ખાડે જશે અને જાગતિક ઈકોનોમીનો વિકાસ વધુ ધીમો પડે તો, પ્રેસિયસ મેટલ સિવાય રોકાણ માટેનું વધુ ઉત્તમ ઓજાર કોઈ નહિ હોય.'
ADVERTISEMENT
ઇક્વિટી બજારની તેજી હજુ પૂરી નથી થઇ, જોખમનું પ્રમાણ ખૂબ ઊંચું હોવા છતાં રોકાણકારોનું આકર્ષણ વધતા એકલા ડિસેમ્બરમાં ચાંદી 6.4 ટકા અને બાર મહિનામાં 13.30 ટકા વધી હતી. સામાન્ય રીતે ઇક્વિટીની નબળાઈના ભોગે સુરક્ષિત રોકાણમાં તેજી આવતી હોય છે.
બિનલોહ ધાતુમાં આવેલી તેજીનો લાભ
ADVERTISEMENT
સૌથી રસપ્રદ વાત તો એ છે કે ચાંદી હવે મોનિટરી (ચલણનો વિકલ્પ) મેટલ બની હોવાથી સરકારો દ્વારા મોટાપાયે નાણાં છાપી નાખવાનો લાભ ચાંદીને મળ્યો છે. અને હવે તો બિનલોહ ધાતુમાં આવેલી તેજીનો લાભ પણ મળશે. સામાન્ય રીતે જગતમાં શાંતિ તો ત્યારે ગણાય જ્યારે આર્થિક વિકાસ પ્રગતિના પંથે હોય અને સોના ચાંદીની માગમાં ઘટાડો થાય.
સંકળાયેલા મુદ્દાઓ