બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / gold silver jewelry rate price update on 4 may 2023 know latest rate

Gold Price / લગ્નની સિઝન શરૂ થતાં જ સોનું ફરી ઑલટાઈમ હાઈ! તૂટી ગયા તમામ રેકૉર્ડ, જુઓ કેટલે પહોંચ્યા ભાવ, ચાંદી પણ ચમક્યું

Malay

Last Updated: 11:03 AM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gold Price Update: આજે ફરી સોનાના ભાવમાં તોફાની તેજી વચ્ચે ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા છે. અમદાવાદમાં 24 કેટેર સોનાનો ભાવ 62,230 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચ્યો છે. જેને લઈને સોનું સામાન્ય માણસ માટે હવે સપના સમાન બની રહે તેવો ઘાટ સર્જાયો છે

  • સોનાના ભાવમાં તોફાની તેજી
  • સોનાનો ભાવ ઓલટાઈમ હાઈ
  • સોનાનો ભાવ રૂ.62,000ને પાર

સોનાની તમામ વસ્તુઓની ચળકાટ જોતા સૌ કોઈ તેને લેવા લલચાય જાય છે, પણ જ્યારે આ જ વસ્તુઓના ભાવ સાંભળીએ ત્યારે હાજા ગગડી જાય તેવી સ્થિતિ થઈ છે. સોનાના ભાવ 63 હજાર નજીક પહોંચવા આવ્યા છે. હવે સ્થિતિ એવી આવીને ઉભી છે કે સોનુ ખરીદવાની ઈચ્છા હોવા છતા લોકોની ખરીદશક્તિ ઓછી થઈ ગઈ છે.

62 હજારને વટાવી ગયો સોનાનો ભાવ
સોનાના ભાવે આજે તમામ હદ વટાવી દીધી છે. પરિણામે આજે અમદાવાદમાં સોનાના ભાવમાં તોફાની તેજી વચ્ચે ભાવ ઓલ ટાઈમ હાઈ 62,230 પર પહોચ્યા છે. બીજી તરફ ચાંદીમાં પણ ઉછાળો આવ્યો છે અને ચાંદી 75,282 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર છે.

બે દિવસના ઘટાડા બાદ ફરી સોનાના ભાવમાં આવી તેજી, જાણો કેટલો થયો વધારો | gold  silver price today rises gold rate crossed 47k check latest rate in delhi  mumbai

ચાંદીના ભાવમાં પણ ઉછાળો
બુધવારે સોનું 627 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થઇને મોંઘવારીના નવા રેકોર્ડ 61,044 રૂપિયાના સ્તરે બંધ થયું હતું. આ પહેલા સોનાનો સૌથી વધુ ભાવ રૂ.60,880 હતો. જ્યારે  મંગળવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનું 249 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘું થયું હતું અને 60,417 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે બંધ થયું હતું. બુધવારે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ વધારો નોંધાયો હતો. બુધવારે ચાંદી 1056 રૂપિયાના જોરદાર ઉછાળા સાથે 75282 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. 

22 અને 24 કેરેટ સોનાના તાજા ભાવ
આજે અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 5,705 રૂપિયા પ્રતિ ગ્રામ છે. એટલે કે અમદાવાદમાં 22 કેરેટના એક તોલા સાનાનો ભાવ 57,050 રૂપિયા બોલાઈ રહ્યો છે. જ્યારે 24 કેટેરની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેટેર સોનાનો ભાવ 6,223 રૂપિયા પ્રતિ ગ્રામ બોલાઇ રહ્યો છે. એટલે કે 10 ગ્રામ સોનાનો ભાવ 62,230 રૂપિયાએ પહોંચ્યો છે.  

બાપ રે.! સોનાના ભાવમાં તોફાની તેજી, અમદાવાદમાં 62, 750 રૂપિયે 10 ગ્રામ,  ગોલ્ડનો ભાવ હજુ વધી આટલો થવાની શક્યતા ગોલ્ડના ભાવમાં ગરમાવો | Gold prices  settled ...

અત્યાર સુધીનો સોનાનો સૌથી ઉંચો ભાવ નોધાયો
એટલું જ નહીં વિશ્વબજારનો માહોલ જોતાં આગામી સમયમાં પણ સોનાના ભાવ હજુ વધારો યથાવાત રહે તેવું જાણવા મળી રહ્યું છે. દિવાળી સુધીમાં સોનાના ભાવ રૂ.70 હજાર થાય તેવુ નિષ્ણાંતો માની રહ્યા છે. જ્યારે ચાંદીનો ભાવ રૂ.85 હજાર થવાના ભણકારા વાગી રહ્યા છે. 

સોનાના ભાવમાં આજે તેજી આવી કે ઘટાડો નોંધાયો? ફટાફટ ચેક કરો આજના સોના-  ચાંદીના ભાવ | gold price today jump silver rate also rises check city wise  rate

રોકાણનો બેસ્ટ વિકલ્પ છે સોનુ
ઉલ્લેખનીય છે કે, મોટાભાગના દાગીના 22 કેરેટ ગોલ્ડમાં કરાવવામાં આવતા હોય છે ત્યારે 22 કેરેટ સોનાનો ભાવ 57,000 આસપાસ જોવા મળી રહ્યો છે. સોનાના ભાવમાં નોંધાતા વધારા વચ્ચે આજના ભાવ આસમાનને આંબી જતા રોકાણકારો મૂંઝાયા છે. સાથે રેગ્યુલર ખરીદી કરતાં લોકોએ પણ સોનું ખરીદવાનું માંડી વાળ્યું છે! હાલની સ્થિતિએ વિશ્વ બજારમાં ચાલતા સખળડખડ વચ્ચે સોનાને રોકાણ માટે સૌથી બેસ્ટ વિકલ્પ માનવામાં આવી રહ્યો છે. જેને લઈને રોકાણકારો સોના તરફ વળ્યા છે આથી સોનાના ભાવમાં વધારો નોંધાઇ રહ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ