બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત / ધનતેરસ પર કેટલો રહેશે સોનાનો ભાવ? કિંમતો પર સચોટ આગાહી, હાલ લઈએ તો લાભ કે નુકસાન!

દિવાળી પર્વ / ધનતેરસ પર કેટલો રહેશે સોનાનો ભાવ? કિંમતો પર સચોટ આગાહી, હાલ લઈએ તો લાભ કે નુકસાન!

Hiralal Parmar

Last Updated: 11:52 AM, 13 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધનતેરસ પર સોનાના ભાવને લઈને મોટી ભવિષ્યવાણી સામે આવી છે જેમાં સ્પસ્ટ કહેવાયું છે કે આ શુભ દિવસે સોનાનો ભાવ કેટલો રહેશે.

ધનતેરસના શુભ દિવસે લોકો મોટી માત્રામાં સોનું ખરીદતાં હોય છે. ધનતેરસને હજુ અઠવાડિયાની વાર છે પરંતુ તે પહેલાં તે દિવસે સોનાનો ભાવ કેટલો રહેશે તેને લઈને એક મોટી આગાહી સામે આવી છે. નામ ન આપવાની શરતે માર્કેટ નિષ્ણાંતોએ એવું કહ્યું કે ધનતેરસના દિવસે સોનાનો ભાવ 1.30 લાખને પાર જઈ શકે છે. અર્થાતમાં ધનતેરસના દિવસે સોનાના ભાવમાં વધારો આવે એ નક્કી છે.

હાલ કેટલો ભાવ

હાલમાં સોનાનો ભાવ 1.25 લાખની આસપાસ છે. એટલે એક અઠવાડિયા બાદ ધનતેરસના દિવસે તેમાં 5000 સુધીનો વધારો આવી શકે છે. માટે સોનું હાલમાં ખરીદી લેવું સારુ છે, ધનતેરસના દિવસે ખરીદવાથી ખિસ્સાં વધારે ઢીલા થશે.

2026ની શરુઆતમાં કેટલો ભાવ?

નિષ્ણાંતોએ એવું કહ્યું કે 2026ની શરુઆતમાં સોનાનો ભાવ 1.50 લાખ સુધી જઈ શકે છે. બજાર નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, "વિક્રમી ભાવે પણ સેન્ટ્રલ બેંક અને ETF ની મજબૂત ખરીદી, આગામી વ્યાજ દર ઘટાડા વચ્ચે ફિયાટ કરન્સીમાં ઘટતા વિશ્વાસ સાથે, સોનાના ભાવમાં વધારો રહેશે.

2025માં સોનામાં સૌથી વધુ ભાવ

2008ની મંદીથી લઈને 2020ની મહામારી સુધી, અનિશ્ચિતતાના સમયગાળા દરમિયાન સોનાના ભાવમાં હંમેશા ઉછાળો જોવા મળ્યો છે. ભૂરાજકીય તણાવ, કેન્દ્રીય બેંકની ખરીદી અને નાણાકીય નીતિમાં ફેરફારને કારણે સોનાના ભાવમાં વધારો થયો છે. આ વર્ષે સોનાના ભાવમાં 53% થી વધુનો વધારો થયો છે. અગાઉ, જાન્યુઆરી 2008 થી ઓગસ્ટ 2011 દરમિયાન સોનાના ભાવમાં 1૦૦% નો વધારો થયો હતો. તેવી જ રીતે, જાન્યુઆરીથી ઓગસ્ટ 2020 દરમિયાન, સોનાના ભાવમાં 50% થી વધુનો વધારો થયો હતો.

વધુ વાંચો : સોનું 3.5 લાખ પર પહોંચતાં માર્કેટમાં હાહાકાર, આખી દુનિયામાં સૌથી વધુ, હવે લેવાનું ભૂલશે લોકો

પાકિસ્તાનમાં 3.50 લાખને પાર સોનું

હાલ આખી દુનિયામાં પાકિસ્તાનમાં સૌનું સૌથી વધુ મોંઘું છે. પાકિસ્તાનમાં 10 ગ્રામ સોનાનો ભાવ 3.50 લાખને પાર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

dhanteras 2025 gold prices dhanteras
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ