બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / બિઝનેસ / Gold Price Today silver price jump mcx gold and silver price

Gold- Silver Price / સોનું થયું મોંઘું, ચાંદી પણ ચમકી: ભાવમાં આવી જોરદાર તેજી, જાણો કેટલા થયા ભાવ

Arohi

Last Updated: 02:24 PM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gold Silver Price Today: ચાંદીના ભાવ પણ ઉછળીને 77280 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. પરંતુ જ્યારે તેમાં ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે તેના ભાવ 68429 રૂપિયા સુધી તૂટ્યા હતા.

  • સોનાના ભાવમાં આવ્યો ઉછાળો 
  • ચાંદી પણ થઈ મોંઘી 
  • જાણો આજના સોના-ચાંદીના ભાવ 

થોડા દિવસો પહેલા સોના અને ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજી આવ્યા બાદ બન્નેની કિંમતમાં લગભગ એક મહિના સુધી ઘટાડો નોંધાયો હતો. તે સમયે ગોલ્ડ અને સિલ્વરના રેટ નીચે આવવાથી ખરીદી કરનારને રાહત મળી હતી. 

પરંતુ હવે ફરીથી સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. રેકોર્ડ તેજીમાં સોનું 61739 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. સોનામાં ઘટાડો આવ્યો તો તે ઘટીને 58027 રૂપિયા પર આવી ગયું પરંતુ હવે ફરીથી તેમાં તેજી જોવા મળી રહી છે. 

ચાંદીના ભાવમાં પણ થયો હતો ઘટાડો 
આ રીતે ચાંદીના ભાવ પણ 77280 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા હતા. પરંતુ જ્યારે તેમાં ઘટાડો નોંધાયો તો તે ઘટીને 68429 રૂપિયા સુધી તૂટી હતી. એટલે કે તેમાં હાઈ લેવલથી લગભગ 9000 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો. ફરીથી બન્ને ધાતુઓમાં તેજી જોવા મળી રહી છે. 

ગુરૂવારે સોના અને ચાંદીમાં શરાફા બજારની સાથે જ મલ્ટી-કમોડિટી એક્સચેન્જ પર પણ તેજી જોવા મળી રહી છે. આજે સોનું ઉછળીને 59329 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 73296 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયું છે. 

MCX પર સોના-ચાંદીના ભાવમાં તેજી 
મલ્ટી-કોમોડિટી એક્સચેન્જ પર ગુરૂવારે સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. MCX પર સોનું 137 રૂપિયાની તેજીની સાથે 59325 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર અને ચાંદી 344 રૂપિયા ચડીને 73890 રૂપિયા પ્રતિ કિલોના લેવલ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ પહેલા બુધવારે એમસીએકસ પર સોનું 59188 રૂપિયા અને ચાંદી 73546 રૂપિયા પ્રતિ કિલોના ભાવ પર બંધ થઈ હતી. 

શરાફા બજારમાં પણ તેજી 
સરાફા બજારના રેટ દરરોજ ઓફિશ્યલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવે છે. ગુરૂવારે આઈબીજેએની વેબસાઈટની તરફથી જાહેર રેટ અનુસાર 24 કેરેટ ગોલ્ડ લગભગ 550 રૂપિયાની તેજીની સાથે 59329 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું.

ત્યાં જ ચાંદીમાં 2500 રૂપિયાથી વધારેની જબરદસ્ત તેજી જોવા મળી અને તે 73296 રૂપિયા પ્રતિ કિલોએ મળી રહી છે. એક દિવસમાં ચાંદીના ભાવમાં આવેલી સૌથી મોટી તેજી છે. 

સોનામાં 1300 અને ચાંદીમાં 5000 રૂપિયાની તેજી 
ગુરૂવારના ભાવની થોડા દિવસો પહેલાના નિચલા સ્તરના રેટ સાથે તુલના કરીએ તો સોનામાં 1300 રૂપિયા અને ચાંદીમાં લગભગ 5000 રૂપિયાની તેજી જોવા મળી રહી છે. થોડા દિવસો પહેલા સોનું ઘટીને 58055 રૂપિયા સુધી પહોંચી ગયું હતું. પરંતુ આજે આ ફરી ઉછળીને 59,329 રુપિયા પર પહોંચી ગયું છે. 

આ રીતે ચાંદી પણ 68429 રૂપિયા પ્રતિ કિલોના રેટ સુધી ઘટી ગયું હતું. પરંતુ ગુરૂવારે તેનો રેટ 73296 રૂપિયા પ્રતિ કિલોના રેકોર્ડ રેટ પર પહોંચી ગયો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ