બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સોના-ચાંદીના ભાવમાં આવ્યો ધરખમ ઘટાડો, હવે ખરીદી શકાય, જાણો આજે કેટલા ઘટ્યાં

બિઝનેસ / સોના-ચાંદીના ભાવમાં આવ્યો ધરખમ ઘટાડો, હવે ખરીદી શકાય, જાણો આજે કેટલા ઘટ્યાં

Jinal Chauhan

Last Updated: 10:53 AM, 5 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોના અને ચાંદીની કિંમતો ફરી એકવાર ઘટી ગઈ છે. થોડા દિવસ પહેલા આ કિંમતોમાં તેજી જોવા મળી હતી પરંતુ ગુરુવારના દિવસે એમસીએક્સ (MCX) પર ખુલતાં જ ચાંદી 24,000 રૂપિયાથી વધુ અને સોનું 4,500 રૂપિયાથી વધારે સસ્તુ થઈ ગયું છે.

સોના અને ચાંદીની કિંમતો ફરી એકવાર ઘટી ગઈ છે. થોડા દિવસ પહેલા આ કિંમતોમાં તેજી જોવા મળી હતી પરંતુ ગુરુવારના દિવસે એમસીએક્સ (MCX) પર ખુલતાં જ ચાંદી 24,000 રૂપિયાથી વધુ અને સોનું 4,500 રૂપિયાથી વધારે સસ્તુ થઈ ગયું છે. છેલ્લા બે દિવસના ઉછાળ પછી સોના-ચાંદીના ભાવમાં ફરી ક્રેશ જોવા મળ્યો છે. ગુરુવારના રોજ એમસીએક્સ પર બંને કિંમતી ધાતુઓના ભાવ ઘટ્યા છે. ચાંદીના વાયદા ભાવ 24,000 રૂપિયા પ્રતિ કિલો જેટલા ઘટ્યા જ્યારે સોનું પણ 4,500 રૂપિયા કરતાં વધારે સસ્તુ થયું છે.

ચાંદીની કિંમતમાં ગુરુવારના દિવસે મોટો ઘટાડો નોંધાયો છે. એમસીએક્સ (MCX) પર ગત કારોબારી દિવસે 5 માર્ચની એક્સપાયરી માટે 1 કિલો ચાંદીનો ભાવ 2,68,850 રૂપિયા પર બંધ થયો હતો. જ્યારે વાયદાના વેપારની શરૂઆત થઈ ત્યારે ભાવ એક જ ઝટકામાં ઘટી 2,44,654 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો હતો એટલે કે ચાંદી સીધુ 24,196 રૂપિયા સસ્તું થઈ ગયું છે.

ચાંદીનો ભાવ

ચાંદીનો ભાવ હાઈ લેવલથી અત્યાર સુધી કેટલો સસ્તો થયો છે તે જોઈએ તો 29 જાન્યુઆરીના અંતે ચાંદી વધીને 4 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યું અને 4,20,048 રૂપિયા પર નવો લાઇફટાઈમ હાઈ બનાવ્યો પરંતુ ત્યારબાદ ચાંદીનો ભાવ ઘટવા લાગ્યો જે બજેટ બાદ થોડીવાર માટે અટકી ગયો હતો. ફક્ત બે દિવસના વિરામ પછી ફરીથી ભાવ ઘટવા લાગ્યા હતા. હાલમાં વાયદાના ચાંદીનો ભાવ 1,75,394 રૂપિયા સસ્તુ મળી રહ્યું છે.

સોનાના ભાવ

હવે સોનાની કિંમતોમાં થયેલા ઘટાડા વિશે વાત કરીએ. ચાંદીની જેમ સોનું પણ ગુરુવારે સસ્તું થયું છે. ગયા કારોબારી દિવસે 2 એપ્રિલની એક્સપાયરી માટે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,53,046 રૂપિયા પર બંધ થયો હતો. ગુરુવારે આ ભાવ ઘટી 1,48,455 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો. એટલે સોનું પ્રતિ 10 ગ્રામ 4,591 રૂપિયા સસ્તુ થઈ ગયું છે.

vtv app promotion

આ પણ વાંચોઃ Gold-Silver Rate: બજારમાં ભૂકંપ, સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો

ચાંદીની જેમ સોનાનો ભાવ પણ હાઈ લેવલથી ખૂબ ઘટી ગયો છે. 29 જાન્યુઆરીએ સોનાનો ભાવ લાઈફટાઈમ હાઈ પર હતો અને 1,93,096 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયું હતું. ત્યાંથી સતત ભાવ ઘટતા ગયા જે બજેટ પછી પણ ચાલુ રહ્યું. છેલ્લા બે દિવસના થોડાક ઉછાળા પછી ગુરુવારે ફરીથી ભાવ ઘટી ગયો. હાઈ સ્તર સાથે તુલના કરીએ તો હાલમાં સોનું 44,641 રૂપિયા સસ્તુ મળી રહ્યું છે.

(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MCX gold silver Gold price drop Silver price crash
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ