બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Gold-Silver Rate: બજારમાં ભૂકંપ, સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો

ભાવ તૂટ્યા / Gold-Silver Rate: બજારમાં ભૂકંપ, સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો

Priyankka Triveddi

Last Updated: 10:32 AM, 5 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gold-SIlver Rates: સોના અને ચાંદીના ભાવમાં જે રીતે સતત વધારો થઈ રહ્યો હતો તેમાં બ્રેક લાગી છે અને આજે ગુરુવાર 5 ફેબ્રુઆરીના રોજ સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે.

Gold-Silver Price Crash: આજે 5 ફેબ્રુઆરીના રોજ જે લોકો સોનું કે ચાંદી ખરીદવા માંગે છે તેમના માટે એક ખુશખબર છે. સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. મંગળવારે mcx પર સોના અને ચાંદીના ભાવમાં અનુક્રમે 6000 અને 15000 રૂપિયા જેટલો વધારો થયો હતો જે બુધવાર અને ગુરુવારે તેમાં ઘટાડો નોંધાયો છે. આજે ટ્રેડિંગ શરૂ થતાની સાથે જ સોનાના ભાવમાં 4000 અને ચાંદીના ભાવમાં 24000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

એક બાજુ ઇન્ટરનેશલ માર્કેટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે સોનામાં રોકાણને સુરક્ષિત અને મજબૂત માનવામાં આવી રહી છે. તો બીજી બાજુ સતત આવેલી તેજી પછી mcx પર ભાવમાં થયેલા ઘટાડાને લીધે મિડલ ક્લાસ ફેમિલી માટે ખરીદીમાં થોડી રાહત થઈ છે.

Silver-Coins

જો તમે પણ ચાંદીમાં રોકાણ કરવા માંગો છો તો એક સમયે ઓલ ટાઈમ હાઈ ભાવ 450000 પ્રતિ કિલોના ભાવે પહોંચી ગયેલી ચનાડીના ભાવ ઘટીને હવે 258096 પ્રતિ કિલો થઈ ગયા છે.

રાજધાનીમાં સોનાના ભાવ

રાજધાની દિલ્હીમાં આજે 22 કેરેટ સ્ટાન્ડર્ડ ગોલ્ડની કિંમત 117045 રૂપિયા પ્રતિ 8 ગ્રામ છે જ્યારે 24 કેરેટ વાળા શુદ્ધ સોનાનો ભાવ 127680 રૂપિયા પ્રતિ 8 ગ્રામ છે. દિલ્હીના વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં બુધવારે સતત બીજા સત્રમાં તેજી આવી હતી.

Gold-and-Silver-Latest-Rate

સોના અને ચાંદીના ભાવમાં કેમ થયો ઘટાડો?

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઓછો થવાને લીધે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બંને દેશોના અધિકારીઓનું કહેવું છે કે શુક્રવારે અમેરિકા અને ઈરાન વચ્ચે ઓમાનમાં વાતચીત થશે. જો કે ઘણા મુદ્દાઓને લઈને હજુ પણ આ બંને દેશો વચ્ચ મતભેદ છે. અમેરિકા ઇચ્છે છે કે ઈરાનના મિસાઇલ પ્રોગ્રામને પણ વાતચીતમાં સમાવી લેવામાં આવે અને બીજી બાજુ ઈરાન ઇચ્છે છે કે વાતચીત માત્ર તેમના ન્યુક્લિયર એજન્ડા સુધી જ સીમિત રહેવી જોઈએ.

આજનો ભાવ

આજે ચાંદી 6%ના લોઅર સર્કિટ પર ખૂલી છે. Comex એટલે કે ઇન્ટરનેશલ માર્કેટમાં પણ ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો છે. ચાંદીના ભાવ Silver Rate 9.73% થી ઘટીને 76.045 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયો છે. અને આ ઉપરાંત સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. MCX પર સોનાના ભાવમાં 4000 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થઈને હાલ સોનાના ભાવ 14900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે.

આ પણ વાંચો: 48 ટકા પ્રોફિટ સાથે લીસ્ટ થયો આ IPO, રોકાણકારોને પહેલા જ દિવસે ઝટકો

Vtv App Promotion 2

ભારતમાં સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?

ભારતમાં સોનાના ભાવ ઘણા પરિબળો પર આધાર રાખે છે. જેમ કે આંતરરાષ્ટ્રીય ભાવ, આયાત જકાત, કર અને ડોલર-રૂપિયા વિનિમય દર. આ જ કારણ છે કે સોનાના ભાવ દરરોજ બદલાતા રહે છે. ભારતીય સંસ્કૃતિમાં, સોનાને માત્ર ઘરેણાં તરીકે જ નહીં, પણ રોકાણ અને બચતનું એક મહત્વપૂર્ણ સાધન પણ માનવામાં આવે છે. લગ્ન અને તહેવારો દરમિયાન તેની ખાસ માંગ હોય છે.

નોંધનીય છે કે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સની વેબસાઇટ પર અપડેટ કરાયેલા સોનાના ભાવ દેશભરમાં એક સરખા હોય છે. પરંતુ જુદા જુદા રાજ્યો અને શહેરોમાં GST(GST On Gold) અને મેકિંગ ચાર્જ લગાવ્યા પછી તેના ભાવમાં વધારો થઈ જાય છે. દરેક શહેરના making charges અલગ અલગ હોય છે.

સોના કરતાં ચાંદીના ભાવ વધુ અસ્થિર રહ્યા છે. ચાંદીનો ઉપયોગ ઔદ્યોગિક હેતુઓ માટે પણ થાય છે, જેના કારણે તેની કિંમતોમાં વધઘટ થાય છે. જે લોકો વધુ જોખમ લેવા તૈયાર છે તેમના માટે ચાંદી એક સારો વિકલ્પ બની શકે છે.

(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gold-Silver Price Crash Business News Gold-Silver Rate:
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ