બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / goa navy had to cancle unfurling of tricolour due to local protest at sao jacinto cm pramod sawant replied
દક્ષિણ ગોવામાં સાઓ જેસીંટો દ્વીપ પર ભારતીય ત્રિરંગો ઝંડો ફરકવવા બાબતે વિવાદ ઊભો થઈ ગયો હતો. લોકોએ કહ્યું હતું કે તેમણે સરકારી અધિકારીઓ પર વિશ્વાસ નથી. ઉલ્લેખનીય છે કે નૌસેનાના અહીં ધ્વજ ફરકવવાના કાર્યક્રમના બાદમાં રદ કરી દેવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
મુખ્યમંત્રી કહ્યું આ દેશવિરોધી પગલું
શનિવારે સવારે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે આ દેશવિરોધી પ્રવૃતિ છે. સાથે તેમણે જણાવ્યું હતું કે ભારત વિરોધી તત્વોના આ પ્રયાસો સામે લડવામાં આવશે.
ADVERTISEMENT
મુખ્યમંત્રીનો નૌસેનાને અનુરોધ
મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ મુદ્દે નૌસેનાને અનુરોધ કર્યો હતો કે તેઓ પોતાના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર ત્યાં જ ઝંડો ફરકાવે અને સાથે તેમણે ગોવાની પોલીસ તરફથી પણ સંપૂર્ણ સહયોગનું આશ્વાસન આપ્યું હતું. તેમણે ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે અને શરમજનક છે કે સાઓ જેસીંટો દ્વીપ પર કેટલાક વ્યક્તિઓ ભારતના સ્વાતંત્ર્ય દિવસ અગાઉ નૌસેના દ્વારા ભારતીય રાષ્ટ્રીય ધ્વજ ફરકવવા બાબતે વાંધો ઉઠાવી રહ્યા છે. તેઓએ આ પગલાંની નિંદા કરી હતી અને કહ્યું હતું કે મારી સરકાર આ પ્રકારના કોઈ પણ કૃતીઓને સહન નહીં કરી લે.
નૌસેના નું નિવેદન
એક નિવેદનમાં નૌસેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સ્વતંત્રતાના 75 વર્ષ પૂરા થવા પર રક્ષા મંત્રાલય દ્વારા 13 થી 15 ઓગસ્ટ વચ્ચે દેશભરના દ્વીપોમાં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવાની યોજના બનાવવામાં આવી હતી. ગોવાના નૌસેના ક્ષેત્ર દ્વારા આ પહેલ અંતર્ગત સાઓ જેસીંટો દ્વીપ સહિતના ગોવાના બાકીના દ્વીપોની મુલાકાત લેવામાં આવી હતી. પરંતુ સાઓ જેસીંટો દ્વીપ પર આ કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો. કારણકે સ્થાનિકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ પહેલથી દેશભરમાં દેશભક્તિની ભાવના જગાડવાનો અને આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવાનો હેતુ હતો.
ADVERTISEMENT
લોકોએ શું કહ્યું?
સાઓ જેસીંટો દ્વીપ પર મોત થયેલા વ્યક્તિ ડેરેલ ડિસોઝાએ કહ્યું હતું કે દ્વીપ પર લોકો દર વર્ષે પોતે જ પરંપરાગત રીતે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે. જો કે લોકો સંસદ દ્વારા પસાર કરાયેલા કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન અને પોર્ટ ઓથોરિટી બિલ, 2020 ને લઈને ચિંતિત છે અને આ કાયદાઓનો નારાજગીના કારણે વિરોધ કરી રહ્યા છે. આ કારણે, ટાપુ પર નૌકાદળની હાજરીએ તેમની ચિંતામાં વધારો કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.