બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:54 PM, 24 May 2026
ઉત્તરાખંડમાં બદ્રીનાથ ધામથી ચાર કિલોમીટર દૂર કંચનજંગા નદી પર એક ગ્લેશિયર તૂટી પડવાના અહેવાલ આવ્યા છે. જેમાં કોઈ જાનહાનિ થઇ નથી. દર વર્ષે આ ગ્લેશિયર ઉનાળામાં તાપમાન વધતાં ઝડપથી પીગળવા લાગે છે. ચમોલીના પોલીસ અધિક્ષક સુરજીત સિંહ પનવરે જણાવ્યું હતું કે વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
ADVERTISEMENT
પર્યાવરણ વૈજ્ઞાનિકોના મતે, હિમાલયમાં હિમવર્ષાની પેટર્ન બદલાઈ રહી છે. જાન્યુઆરી-ફેબ્રુઆરી કરતાં માર્ચ-એપ્રિલમાં વધુ બરફ પડી રહ્યો છે. જે સૌથી વધુ બરફીલા મહિના માનવામાં આવે છે. તેનાથી જળ કિનારા ગણાતા ગ્લેશિયર્સ પર સીધી અસર પડે છે. આ પેટર્ન ટ્રી લાઈનને ઉપર તરફ પણ ખસેડી રહી છે.
Massive glacier movement captured on video near the Kanchan Ganga area close to Badrinath in Chamoli district of Uttarakhand.
— Kumaon Jagran (@KumaonJagran) May 24, 2026
The visuals show a huge mass of ice and snow breaking and rapidly sliding down the Himalayan slope, triggering concern among people online. However,… pic.twitter.com/YSDI6WwJX0
ADVERTISEMENT
વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજીના વૈજ્ઞાનિકોના સંશોધનમાંથી આ ચિંતાજનક ચિત્ર બહાર આવ્યું છે. જે લેટેસ્ટ સ્ટડી જર્મન જર્નલ એપ્લાઇડ જીઓમેટિક્સમાં પણ પ્રકાશિત થયું છે.
શિયાળામાં ઓછો બરફ પડવાના અહેવાલ
ADVERTISEMENT
શિયાળા કરતાં ઉનાળામાં હિમવર્ષા હિમાલયમાં વધુ હિમવર્ષા થવાનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં અસંતુલન છે. શિયાળામાં પશ્ચિમી ડિસ્ટર્બન્સ કમજોર પડવાથી વરસાદ અને હિમવર્ષામાં ઘટાડો થઈ રહ્યો છે. ઉનાળામાં તેમના વધારાથી હિમવર્ષા, કરા પડવા અને આફતોનું જોખમ વધ્યું છે. વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજીના વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ બાગેશ્વરમાં પિંડારી અને કફની હિમનદીઓની જેમ સમગ્ર મધ્ય હિમાલય આ પરિવર્તનનો સામનો કરી રહ્યું છે.

ADVERTISEMENT
પર્યાવરણવિદના મતે હિમાલયમાં બદલાતા હવામાન પેટર્નથી આર્થિક અને સામાજિક નુકસાનનું જોખમ પણ વધ્યું છે. તેનાથી ખાદ્ય સુરક્ષા પર અસર પડશે અને અનાજના ભાવમાં વધારો થઈ શકે છે. પર્યટન અને બાગાયત પર પણ અસર થશે.
ADVERTISEMENT
આ વર્ષે એપ્રિલમાં પિંડારી અને કફની ગ્લેસિયર વિસ્તારોમાં સૌથી વધુ 158 સેન્ટિમીટર હિમવર્ષા થઈ હતી. જેમાં માર્ચમાં 84 સેન્ટિમીટર જ્યારે જાન્યુઆરીમાં માત્ર 96 સેન્ટિમીટર હિમવર્ષા થઈ હતી. તો ડિસેમ્બરમાં માત્ર ચાર હિમવર્ષા થઈ હતી અને તે પણ ખૂબ જ ઉપરના ભાગોમાં. વૈજ્ઞાનિકોના મતે આ અભ્યાસ વિસ્તારમાં હિમવર્ષા નોંધવા માટે પૂરતી નોંધપાત્ર પણ નહોતી. તેનાથી ગ્લેસિયર અને આસપાસના વિસ્તારોમાં તાપમાન પણ સામાન્ય સ્તર કરતાં વધી ગયું હતું. જેમાં અમુક સ્થળોએ તાપમાનમાં 0.1 થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે.
ADVERTISEMENT
એક્સપર્ટ અનુસાર માર્ચ અને એપ્રિલમાં હિમવર્ષા ગ્લેસિયરને જોખમમાં મૂકી શકે છે. આ મહિનાઓ દરમિયાન તાપમાન ઊંચું હોવાથી બરફ જે દરે પડે છે તે જ દરે પીગળી રહ્યો છે, જેનાથી ગ્લેસિયર કમજોરપડી રહ્યા છે. આ ભવિષ્યના પાણીના પ્રવાહોને અસર કરશે અને ડીઝાસ્ટરનું જોખમ વધારશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.