બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Girls beware before sharing personal information on social media

સાવધાન / સોશ્યલ મીડિયા પર અંગત માહિતી શેર કરતા પહેલાં યુવતીઓ ચેતી જજો, સાયબર બુલીંગનો બની જશો શિકાર

Priyakant

Last Updated: 02:15 PM, 5 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cyber Crime Latest News: મહિને 1000થી વધુ યુવતીઓ સાયબર ગુનેગારોનો શિકાર થઈ રહી હોવાના ચોંકાવનારા આકંડો, સાયબર ક્રાઈમના બુલીંગ સાયબર યુનીટે યુવતીઓને સુરક્ષિત રાખવા સોશ્યલ મિડીયાથી જાગૃત રહેવાના પ્રયાસ શરૂ કર્યા

Cyber Crime : ડિઝીટલ યુગમાં ડિઝીટલ અને સોશ્યલ મિડીયાનો ક્રેઝ સતત વધી રહ્યો છે. લોકો આ ક્રેઝમાં પોતાની અંગત માહીતી પણ સોશ્યલ મિડીયામાં શેર કરતા વિચારતા નથી. જેનો ફાયદો સાયબર ક્રીમનલ ઉઠાવી રહ્યા છે. સોશ્યલ મિડીયા પર યુવતીઓ સૌથી વધુ ટાર્ગેટ થઈ રહી છે. યુવતીઓના ફોટો મોર્ફ કરીને અશ્લીલ ફોટો બનાવવા, સોશ્યલ મીડિયામાં ડમી પ્રોફાઈલ બનાવીને અશ્લીલ ફોટાની રિલ્સ બનાવીને બ્લેકમેઇલ કરવા તેમજ યુવતીઓ પાસેથી પૈસા કે બિભત્સ માંગણી કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે.

ગુજરાતમા દરરોજ 30થી વધુ યુવતીઓ સ્ટેટ સાયબર સેલમા ફરિયાદ કરી રહી છે. દર મહિને આ આંકડો 1000થી વધી રહ્યો છે. યુવતીઓ હવે સોશ્યલ મિડીયા પર સુરક્ષિત નથી જેના કારણે અનેક યુવતીઓ આપઘાત સુધીનો અંતિમ નિર્ણય લઈ રહી છે. સાયબર ક્રાઈમની તપાસમાં યુવતીઓ સૌથી વધુ પોતાના પરચિત મિત્ર કે સંગા સંબંધીઓના કારણે હેરાનગતીનો ભોગ બની રહી હોવાનુ પણ ખુલ્યુ છે.

સાયબર ક્રાઈમમા બુલીંગ સાયબર યુનીટ સક્રીય છે. જેમાં યુવતીઓ સાથે થતી હેરાનગતી અને બ્લેકમેઈલીંગના કેસો નોંધાય છે. યુવતીઓ સૌથી વધુ સાયબર બુલીંગનો શિકાર થઈ રહી છે. સાયબર બુલીંગની વાત કરીએ તો કોઈ વ્યકિત વિશે ઓનલાઈન ખોટી માહિતી ફેલાવવી, જેનાથી વ્યકિત અપમાનિત થાય, અજાણ્યા લોકો અથવા ગ્રુપ મેમ્બરને બોલાવીને ઓનલાઈન મજાક ઉડાવવો, કોઈના પર્સનલ ફોટો, વિડીયો, ફોન નંબર કે ઈમેઈલ આઈડી શેર કરવા, સોશ્યલ મિડીયા પર ડમી પ્રોફાઈલ બનાવીને અશ્લીલ ફોટો વાયરલ કરવા તેમજ બદનામ કરવાના કેસોમા વધારો થયો છે. 

વધુ વાંચો : 'આજે અને હમણાં સંયોજક છું કાલે... રાજીનામુ આપવા મામલે વડોદરાના ભાજપ સંયોજક ભરત શાહનું નિવેદન

સાયબર બુલીંગથી કેવી રીતે સુરક્ષિત રહેશો ? 

  • સોશ્યલ મિડીયા પર પ્રોફાઈલ પાસવર્ડથી સુરક્ષિત કરો
  • અજાણ્યા લોકોની ફ્રેન્ડ રિકવેસ્ટથી સાવચેત રહો
  • પોતાના પ્રોફાઈલ ફોટો લોક રાખી શકો છો
  • સોશ્યલ મિડીયા પર પોસ્ટ મુકો તો સિલેકટેડ મિત્રો સુધી પબ્લિશ કરો
  • પબ્લિક માટે પોસ્ટ શેર ના કરો
  • કોઈ રીલેશનશીપમાંઆ હોય તો વિડીયો કે ફોટો બનાવતા ચેતવુ
  • સોશ્યલ મિડીયા પર અજાણ્યા વ્યકિત સાથે મિત્રતા કરતા ટાળો
  • બ્લેકમેઈલ કે હેરાનગતી વધે તો 1930 પર કોલ કરી મદદ મેળવો

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ