બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / વડોદરાના સમાચાર / Vadodara BJP coordinator Bharat Shah statement regarding resignation

લોકસભા ચૂંટણી 2024 / 'આજે અને હમણાં સંયોજક છું કાલે... રાજીનામુ આપવા મામલે વડોદરાના ભાજપ સંયોજક ભરત શાહનું નિવેદન

Priyakant

Last Updated: 01:58 PM, 5 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : ભરત શાહને રાજીનામુ આપવા મામલે પૂછતાં કહ્યું કે, આજે અને હમણાં સંયોજક છું કાલે ખબર નથી, હું આજે જીવું છું, કાલે મરીશ કે જીવીશ એ શું ખબર?

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા વડોદરામાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. વાત જાણે એમ છે કે, વડોદરા લોકસભા બેઠકના ભાજપના સંયોજક ભરત શાહની નારાજગીનો વિવાદ શરૂ થયો છે. જોકે આ બધાની વચ્ચે ભરત શાહે સંયોજક પદેથી રાજીનામુ આપવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જેને લઈ હવે ભરત શાહનું નિવેદન સામે આવ્યું છે. ભરત શાહને રાજીનામુ આપવા મામલે પૂછતાં કહ્યું કે, આજે અને હમણાં સંયોજક છું કાલે ખબર નથી તેમ જણાવ્યુ હતુ. અહીં મહત્વનું છે કે, લોકસભાની ચૂંટણીને લઈ ઉમેદવાર જાહેર થયા બાદ વડોદરામાં દરરોજ કોઈને કોઈ વિવાદ કે નારાજગીની ઘટના સામે આવી રહી છે. 

વડોદરા લોકસભા બેઠકના ભાજપના સંયોજક ભરત શાહની નારાજગીનો વિવાદ વચ્ચે ભરત શાહે સંયોજક પદેથી રાજીનામુ આપવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ તરફ ભરત શાહે કહ્યું કે, આજે અને હમણાં સંયોજક છું કાલે ખબર નથી. આ સાથે ઉમેર્યું કે, હું આજે જીવું છું, કાલે મરીશ કે જીવીશ એ શું ખબર? તેવુ સૂચક નિવેદન કરીને સંયોજક પદેથી રાજીનામું આપવાની વાત અફવા અને ખોટી હોવાનુ ઉમેર્યુ હતુ. તો વળી વિરોધપક્ષ આવી વાતો ફેલાવતો હોવાનો આક્ષેપ કરી વડોદરા બેઠકના ભાજપ ઉમેદવાર જંગી મતોથી જીતવાની વાત કરી હતી. આ સાથે ઘરમાં ઝઘડો તો ચાલ્યા કરે હાલ બધા એક થઈને કામ કરી રહ્યા હોવાનો દાવો પણ ભરત શાહે કર્યો હતો.

વધુ વાંચો: રાજકોટમાં પરષોત્તમ રૂપાલાનો ચૂંટણી પ્રચાર શરૂ, મોહન કુંડારિયા સાથે ભોજન લઇ મહિલાઓ સાથે યોજી ટિફિન બેઠક

નોંધનીય છે કે, વડોદરા બેઠક પર ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટનું નામ જાહેર થયા બાદથી જ રાજકારણ ગરમાયું હતું. ભાજપે સૌ પ્રથમ આ બેઠક પર રંજનબેન ભટ્ટને ઉમેદવાર બનાવ્યા હતા. પરંતુ બાદમાં તેમના નામને લઇને ભાજપમાં ખાસ્સો વિરોધ થયો હતો.. તેમના નામનો સૌથી વધારે વિરોધ કરનાર વડોદરાના પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યાને પક્ષના તમામ હોદ્દો પરથી અને પ્રાથમિક સભ્યપદ પરથી સસ્પેન્ડ કરી દેવાયા હતા.. તેમણે સવાલ કર્યો છે. રંજનબેનને ટિકિટ આપવામાં પક્ષની કઈ મજબુરી છે. રંજનબેનના કાર્યકાળમાં વડોદરાનો વિકાસ રૂંધાયાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો.. એક તરફ પક્ષે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા તો બીજી તરફ રંજનબેને ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો હતો, જે બાદ વડોદરા બેઠક પર ઉમેદવાર બદલવામાં આવ્યા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Lok Sabha Election 2024 ભરત શાહ ભાજપ સંયોજક લોકસભા ચૂંટણી 2024 વડોદરા લોકસભા બેઠક Lok Sabha Election 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ