બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

VTV / girl dies after falling from 16th floor of apartment in noida

સાવધાન / ફ્લેટમાં રહેતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો: નોઈડામાં 16માં માળેથી રમતા રમતા બાળકી નીચે પડી

Pravin

Last Updated: 11:55 AM, 20 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોઈડાના સેક્ટર 74 સ્થિત એક સોસાયટીમાં 16માં માળેથી 11 વર્ષિય વિદ્યાર્થિની સંદિગ્ધ પરિસ્થિતીમાં નીચે પડી ગઈ હતી.

  • ફ્લેટમાં રહેતા લોકો સાવધાન
  • બાળકોને બાલ્કનીમાં રમાડતા પહેલા ધ્યાન રાખજો
  • થઈ શકે છે આવી દુર્ઘટના

નોઈડાના સેક્ટર 74 સ્થિત એક સોસાયટીમાં 16માં માળેથી 11 વર્ષિય વિદ્યાર્થિની સંદિગ્ધ પરિસ્થિતીમાં નીચે પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં તેનું મોત થઈ ગયું છે. ઘટનાની જાણ મળતા પોલીસ ત્યાં પહોંચી અને તપાસ હાથ ધરી હતી. નીચે પડવાને લઈને તપાસ ચાલી રહી છે. પોલીસ તપાસમાં લાગી ગઈ છે. આ બાળકી ખૂબ જ મિલનસાર હોવાનું પણ સામે આવ્યું છે. 

6ઠ્ઠા ધોરણમાં ભણતી બાળકી નીચે પડી

સેક્ટર 113 પોલીસ પ્રભારીએ જણાવ્યું હતું કે, રવિ શર્મા પરિવાર સાથે અજનારા ગ્રેંડ સોસાયટીમાં 16માં માળે રહે છે. તેમની 11 વર્ષિય દિકરી સ્નેહા ક્લાસ 6માં અભ્યાસ કરતી હતી. તે શુક્રવારે સાંજે ફ્લેટ બહાર બાલ્કનીમાં બાલ્કેટબોલ રમતી હતી. આ દરમિયાન તે સંદિગ્ધ પરિસ્થિતીઓમાં 16માં માળેથી નીચે પડી ગઈ હતી. સુરક્ષાકર્મીઓ બાળકીને પડતા જોઈ ગયા. ત્યાર બાદ તુરંત પરિવારજનોને જાણ કરી.

પરિવાર હોસ્પિટલમાં લઈ ગયો

પરિવારના લોકો બાળકીને લઈને હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી. પોલીસ પ્રભારીએ જણાવ્યું હતું કે, આ ઘટના બાદ પોલીસે શબનું પોસ્ટમોર્ટમ કરાવીને પરિવારને સોંપી દીધી હતી. તેની સાથે જ પોલીસ બાળકી કેવી રીતે પડી તેના વિશે તપાસમાં લાગી ગઈ છે. આ ઘટના બાદ પરિવારમાં આઘાતમાં છે. 

બાલ્કનીમાં ગ્રિલ નાની હતી

પોલીસનું કહેવુ છે કે, બાસ્કેટબોલ રમતી વખતે બાળકી નીચે પડી હોવાની શંકા છે. જો કે, હજૂ પાક્કી ખાતરી નથી, આ સિવાય અન્ય બાબતો પર પણ વિચાર થઈ રહ્યો છે. એપાર્ટમેન્ટના ઓનર એસોસિએશનનો આરોપ છે કે, સોસાયટીના ફ્લેટની બાલ્કનીમાં લાગેલી ગ્રિલની ઉંચાઈ નાની હોવાથી આ દુર્ઘટના ઘટી છે. માનવામાં આવી રહ્યું છે કે, ગ્રિલ હોવાની સ્થિતીમાં બાળકીનો જીવ ન બચાવી શક્યા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ