બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gir Somnath, a mega demolition operation took place at the rear of the Somnath temple

ગીર સોમનાથ / બેટ દ્વારકા બાદ સોમનાથમાં પણ દબાણ હટાવો મિશન: DySP-PIની હાજરીમાં ફરી વળ્યું બુલડોઝર

Dinesh

Last Updated: 06:01 PM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gir somnath news: ગીર સોમનાથ જિલ્લામાં આવેલા સોમનાથ મંદિરના પાછળના ભાગમાં પોલીસકાફલા સાથે વહીવટી તંત્ર દ્વારા મેગા ડીમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી

  • સોમનાથ મંદિર ટ્રસ્ટની તથા સરકારી જમીન ઉપરથી દબાણ દૂર કરાયું
  • પોલીસકાફલા સાથે વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરાયું
  • ગેરકાયેદે દબા 21 પાકાં મકાનો, 153 જેટલાં ઝૂંપડા દૂર કરાયા


યાત્રાધામ સોમનાથમાં વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિગતો મુજબ સોમનાથ મંદિર ટ્રસ્ટની તથા સરકારી જમીન ઉપર વર્ષોથી દબાણ કરવામાં આવેલું હતું. જે વહીવટી તંત્ર દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવ્યું હતું. કાચાં-પાકાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટે આજે વહેલી સવારથી જ પોલીસકાફલા સાથે વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. 

3 હેક્ટર જમીનમાં બુલડોઝર ફેરવાયું
આ દબાણ દૂર કરવાની પ્રક્રિયામાં 21 પાકાં મકાનો, 153 જેટલાં ઝૂંપડા દૂર કરવામાં આવ્યા છે. એટલે કે, લગભગ 3 હેક્ટર જેટલી જમીનમાં ગેરકાયદે રીતે કરાયેલું બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. પ્રાંત અધિકારી,નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી સહિત 30 વધુ અધિકારીઓની હાજરીમાં આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ડિમોલિશનની કામગીરી સોમનાથ મંદિરના પાછળના ભાગે અને મરીન પોલીસની આસપાસના વિસ્તારમાં આવેલી જમીન સર્વ નંબર 1852માં હાથ ધરાઈ હતી. 

વાંચવા જેવું: કેનેડાના વિઝા આપવાના બહાને કલોલના યુવકને 24 લાખમાં રોવડાવ્યો, અમદાવાદની કૃપા ઓવરસીઝના માલિક વિરૂદ્ધ ફરિયાદ

ચુસ્ત પોલીસ બંદોબસ્ત
સૂત્રો પાપ્ત વિગતો મુજબ હજુ પણ આગામી દિવસોમાં સરકારી જમીન ઉપરનાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાશે. દબાણ હટાવવાની કામગીરીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે જિલ્લા પોલીસ અધિકારી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જે સ્થળ પર 500 જેટલા પોલીસ અને જીઆરડી જવાન, 2 Dysp, 7 PI, 20 PSI સહિત LCB, SOG સહિતની ટીમ બંદોબસ્તમાં તહેનાત થઈ હતી. અગાઉ બેટ દ્વારકામાં પણ ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ