બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Complaint against owner of Krupa Overseas Ahmedabad

Visa Fraud / કેનેડાના વિઝા આપવાના બહાને કલોલના યુવકને 24 લાખમાં રોવડાવ્યો, અમદાવાદની કૃપા ઓવરસીઝના માલિક વિરૂદ્ધ ફરિયાદ

Vishal Khamar

Last Updated: 12:06 PM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડામાં વીઝા ફ્રોડનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. ફરી એક વખત વીઝા આપવાના બહાને છેતરપીંડી કરી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • કેનેડામાં વીઝા ફ્રોડનો સિલસિલો યથાવત્
  • ફરી એક વખત વીઝા આપવાના બહાને છેતરપિંડી 
  • અમદાવાદના એજન્ટ દ્વારા કલોલના વિદ્યાર્થી સાથે ઠગાઈ 

 અમદાવાદમાં વિજય ચાર રસ્તા પાસે આવેલ ક્રિપા ઓવરસીઝ નામની વીઝા કન્સલ્ટન્ટ કંપનીનાં ભાવેશ ચૌહાણે કેનેડાનાં વીઝા  અપાવવાનાં બહાને છેંતરપીંડી આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના એજન્ટ દ્વારા કલોલનાં વિદ્યાર્થી સાથે ઠગાઈ આચરવામાં આવી હોવાનું પ્રકાશમાં આઆ સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 

અમદાવાદના એજન્ટ દ્વારા કલોલના વિદ્યાર્થી સાથે ઠગાઈ 
અમદાવાદને એજન્ટ દ્વારા કલોલના વિદ્યાર્થી સાથે ઠગાઈ આચરવા મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે. ક્રિપા ઓવરસીઝ નામની કંપનીએ સુકુન પ્રજાપતિ પાસેથી 24 લાખ પડાવ્યા હતા. વિજય ચાર રસ્તા પાસે આવેલ ફોનિક્સ ટાવર સ્થિત ઓફીસમાં તાળા લાગેલા જોવા મળ્યા હતા.  જે બાદ સુકુન પ્રજાપતિએ ક્રિપા ઓવરસીઝન માલિક ભાવેશ ચૌહાણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એજન્ટ દ્વારા વિદ્યાર્થીને વિદેશ મોકલવાની લાલચ આપી ઠગાઈ કરી એજન્ટ ફરાર થયો હતો. 

વધુ વાંચોઃ મંજૂરી વિના પ્રવાસે જનારી સ્કૂલોની હવે ખેર નહીં, માન્યતા રદ થઇ શકે છે, અમદાવાદ DEOનો આદેશ

ભોગ બનનારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
આ સમગ્ર મામલે સુકુન પ્રજાપતિ તેમજ અન્ય એક યુવક સાથે છેંતરપીંડી થતા સુકુન પ્રજાપતિ દ્વારા સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી આરોપીને પકડી પાડવા ચક્રાગતિમાન કર્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ