બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Schools in Ahmedabad are required to take permission from DEO for travel

કડક સૂચના / મંજૂરી વિના પ્રવાસે જનારી સ્કૂલોની હવે ખેર નહીં, માન્યતા રદ થઇ શકે છે, અમદાવાદ DEOનો આદેશ

Vishal Khamar

Last Updated: 11:35 AM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા હરણી દુર્ઘટના બાદ સફાળે જાગેલા વહીવટી તંત્ર દ્વારા અમદાવાદની શાળાઓને કડક સૂચના આપવામાં આવી છે. જેમાં પ્રાવસ અંગે સતર્ક રહેવા DEO દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. તેમજ પ્રવાસની મંજૂરી DEO કક્ષાએથી લેવી પડશે. તેમજ રાત્રિ દરમ્યાન પ્રવાસ નહી ખેડી શકાય સૂચનાનું પાલન ન કરનાર શાળાની મંજૂરી પણ રદ્દ થઈ શકે છે.

  • વડોદરા હરણી દુર્ઘટના બાદ જાગ્યુ તંત્ર
  • અમદાવાદની શાળાઓને કડક સૂચના
  • પ્રવાસની મંજૂરી DEO કક્ષાએ લેવી પડશે 
રોહિત ચૌધરી (DEO, અમદાવાદ)

વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં 14 લોકોએ જીવ ગુમાવ્યા બાદ વહીવટી તંત્ર દ્વારા 18 લોકો સામે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે. વડોદરા બોટ દુર્ઘટના બાદ અમદાવાદ જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા અમદાવાદ શહેરની દરેક સ્કૂલને પ્રવાસને લઈ કડક સૂચના આપવામાં આવી છે. તેમજ શરતનો ભંગ કરનાર સ્કૂલ સામે કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.

પ્રવાસની મંજૂરી DEO કક્ષાએ લેવી પડશે 
આ બાબતે જીલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, વડોદરામાં બનેલી હરણી તળાવની દુર્ઘટનામાં નિર્દોષ બાળકોએ જે જીવ ગુમાવ્યો. એ ઘટનાને ધ્યાને લઈ અમદાવાદ શહેરની તમામ શાળાઓને મંજૂરી આપતી વખતે સૂચનાઓ અંદર આપવામાં આવે છે.  તે તમામ સૂચનાઓથી ફરીથી તેમને વાકેફ કરીએ બાબતે ખૂબ ગંભીરતા રાખી શાળાઓને સતર્ક કરવામાં આવી છે. તેમજ પ્રવાસ એ બાળકોના જ્ઞાનમાં વધારો કરવા માટે ચોક્કસ જરૂરી હોય છે.  પણ જે પ્રવાસ ખેડવામાં આવે છે.  તેમાં શું શરતો છે. 

વધુ વાંચોઃ બોર્ડના વિદ્યાર્થીઓમાંથી એક્ઝામનો હાઉ દૂર કરવા અમદાવાદની શાળાઓમાં અનોખો પ્રયોગ, કરાયું વિશેષ આયોજન

સૂચનાનું પાલન ન થતા શાળાની મંજૂરી થઈ શકે રદ 
લોકલ પ્રવાસ દરમ્યાન પણ મંજૂરી લેવી જરૂરી હોય છે.  કોઈ પણ પ્રવાસની મંજૂરી જીલ્લા કક્ષાએથી મેળવ્યા બાદ જ પ્રવાસ ખેડવો જોઈએ.  તેમજ સાથે સાથે જે વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તે વાહન આરટીઓના માર્ગ અને સલામતીના નિયમોને ધ્યાને લઈ તેના જે ડોક્યુમેન્ટસ વગેરે હોય તે હોવા જરૂરી છે.  પ્રવાસને લઈને શાળાઓને સતર્ક રહેવા DEO દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. શહેરમાં કે શહેર બહાર થતા પ્રવાસની મંજૂરી DEO કક્ષાએ લેવી પડશે. પ્રવાસના વાહનના તમામ દસ્તાવેજ નિયમ મુજબ હોવા જરૂરી છે. તો સૂચના પ્રમાણે  કોઈ પણ શાળા રાત્રિ દરમિયાન પ્રવાસ નહી ખેડી શકે. જો મંજૂરી વિના પ્રવાસ લઈ જવાય તો શાળાની મંજૂરી રદ થઈ શકે છે. સાથે જ  શરત ભંગના કેસમાં શાળાને નોટિસ આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ