બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Pre-board exam was organized in Ahmedabad to remove the fear of board exam

મહત્વનો નિર્ણય / બોર્ડના વિદ્યાર્થીઓમાંથી એક્ઝામનો હાઉ દૂર કરવા અમદાવાદની શાળાઓમાં અનોખો પ્રયોગ, કરાયું વિશેષ આયોજન

Vishal Khamar

Last Updated: 11:19 AM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરની શાળાઓમાં પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષાનું આયોજન કરવાનો મુખ્યહેતુ બોર્ડની પરીક્ષા પ્રથમ વખત આપતા વિદ્યાર્થીઓના મનમાંથી બોર્ડની પરીક્ષાનો હાઉ દૂર કરવાનો મુખ્ય હેતુ છે.

  • અમદાવાદ શહેરની શાળાઓમાં પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન
  • વિદ્યાર્થીઓ ભય મુક્ત થઈને પરીક્ષા આપી શકે તે માટે પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન
  • બોર્ડમાં જે પ્રમાણે પરીક્ષા લેવાય છે તે પ્રમાણે જ પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન
સીસીટીવી કેમેરાથી દેખરેખ

અમદાવાદ શહેરની શાળાઓમાં પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે આયોજન કરાયું છે. વિદ્યાર્થીઓ ભય મુક્ત થઈને પરીક્ષા આપી શકે તે માટે પ્રિ-બોર્ડ પરીક્ષાનું  આયોજન કરાયું છે. બોર્ડમાં જે પ્રમાણે પરીક્ષા લેવાય છે તે પ્રમાણે જ પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરની 552 જેટલી શાળાઓમાં 46 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

રોહિત ચૌધરી (DEO, અમદાવાદ)

શહેરની 552 જેટલી શાળાઓમાં 46 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
અમદાવાદ જીલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાત બોર્ડમાં જ્યારે પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતો હોય તેવા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે તેવા વિદ્યાર્થીઓનો બોર્ડની પરીક્ષાનો સંપૂર્ણ અનુભવ થાય તે હેતુથી  પ્રિ-બોર્ડની પરીક્ષાનું આયોજન ગત વર્ષથી જ અમદાવાદ શહેરમાં કરવામાં આવે છે.  ત્યારે ગયા વર્ષે પણ ખૂબ સારી સફળતા મળી હતી. જેના ભાગરૂપે પણ આ વર્ષે પણ અમદાવાદ શહેર સંકલન સમિતિ તેમજ અમદાવાદ ટીમ દ્વારા પ્રિ-બોર્ડ પરીક્ષાનું  આયોજન અમદાવાદ શહેરમાં આજથી કરવામાં આવેલું છે. આજે અમદાવાદની 552 જેટલી શાળાઓમાં 46 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. આજે વિદ્યાર્થીઓનું પ્રથમ પ્રશ્નપત્ર છે. 

વધુ વાંચોઃ ગુજરાતના વરિષ્ઠ પત્રકાર દિલીપભાઇ ગોહિલનું નિધન, ધરાવતા સ્પષ્ટ વક્તા અને સટીક વિશ્લેષકની છાપ

ધો. 10 ના મુખ્ય પાંચ વિષયોની પ્રિલીમ પરીક્ષાનું આયોજન કરાયું
જે સેન્ટ્રલાઈઝ પદ્ધતિથી પ્રશ્નપત્ર આવે એટલે સારા પ્રશ્નપત્રનો પણ એમને અનુભવ થશે.  જે શાળા કક્ષાએથી નહી પરંતું બહારથી જ આવતું હોય.  જેવી રીતે બોર્ડનું પ્રશ્નપત્ર આવતું હોય. હોલ ટીકીટ પણ વિદ્યાર્થીઓની બોર્ડની જેમ જ કઢાવવામાં આવી છે.  સાથે સાથે ખાખી સ્ટીકર તેમજ બારકોડ સ્ટીકર પણ છે.  જેથી કરીને વિદ્યાર્થીઓને એ પણ ખ્યાલ આવશે. તેમજ ઉત્તરવહીનું મૂલ્યાંકન બોર્ડની પદ્ધતિ પ્રમાણે થશે. એ પણ નિદર્શન વિદ્યાર્થીઓને કરાવવામાં આવશે.  આ પ્રિલીમ પરીક્ષામાં ધો. 10 નાં મુખ્ય પાંચ વિષયોનું પ્રિલીમ પરીક્ષાનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવેલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ