વર્ષ 2025નો બીજો મહિનો ફેબ્રુઆરી થોડા દિવસમાં જ શરૂ થવાનો છે. આ વખતે આ મહિનામાં 28 દિવસ છે. આ મહિનાના તમને બેંકિંગનું કામ પૂર્ણ કરવા માટે પૂરા વર્કિંગ ડે નહીં મળે. ભારતીય રિઝર્વ બેંકે ફેબ્રુઆરીમાં બેંકો કેટલા દિવસો બંધ રહેશે તેનું લિસ્ટ જાહેર કર્યું છે. તમારે આ લિસ્ટ વિશે જાણવું જોઈએ જેથી તમને ખબર પડે કે તમારા શહેરમાં બેંકો કેટલા દિવસ બંધ રહેશે અને તમે તે મુજબ બેંકિંગનું કામ કરી પૂરું કરી શકો છો.
- ફેબ્રુઆરીમાં 14 દિવસ બેંકો બંધ
આ વખતે ફેબ્રુઆરી 2025માં બેંકો કુલ 14 દિવસ બંધ રહેવાની છે. જેની વિવિધ રાજ્યો અનુસાર રજાઓની યાદી બહાર પાડવામાં આવી છે. આ રજાઓમાં દર અઠવાડિયે આવતી શનિ રવિની સાપ્તાહિક બેંક રજાઓ પણ સામેલ છે.
- ફેબ્રુઆરીમાં બેંક રજાઓનું લિસ્ટ
- 3 ફેબ્રુઆરીના રોજ સોમવારે સરસ્વતી પૂજા નિમિત્તે અગરતલામાં બેંકો બંધ રહેશે.
- 11 ફેબ્રુઆરી મંગળવારના રોજ થાઈ પૂસામ નિમિત્તે ચેન્નાઈમાં બેંકો બંધ રહેશે.
- 12 ફેબ્રુઆરી બુધવારના રોજ શ્રી રવિદાસ જયંતિની કારણે શિમલામાં બેંકો બંધ રહેશે.
- 15 ફેબ્રુઆરી શનિવારના રોજ લુઇ-ન્ગાઇ-ની નિમિત્તે ઇમ્ફાલમાં બેંક રજા છે.
- 19 ફેબ્રુઆરી બુધવારના રોજ છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ નિમિત્તે, બેલાપુર, મુંબઈ, નાગપુરમાં બેંકો બંધ રહેશે.
- 20 ફેબ્રુઆરી ગુરુવારના રોજ રાજ્ય સ્થાપના દિવસના કારણે આઈઝોલ અને ઇટાનગરમાં બેંકો બંધ રહેશે.
- 26 ફેબ્રુઆરી બુધવારના રોજ મહા શિવરાત્રી પર્વ હોવાથી અમદાવાદ, ઐઝોલ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, દેહરાદૂન, હૈદરાબાદ (આંધ્રપ્રદેશ અને તેલંગાણા), જયપુર, જમ્મુ, કાનપુર, કોચી, લખનૌ, મુંબઈ, નાગપુર, રાયપુર બેંકો રાંચી, શિમલા, શિમલા, શ્રીનગર, તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે.
- શુક્રવાર 28 ફેબ્રુઆરીના રોજ લોસરના કારણે ગંગટોકમાં બેંકો બંધ રહેશે.
- શનિવાર-રવિવારની રજાઓ વિશે જાણો
- 2 ફેબ્રુઆરીના રોજ બેંકોમાં રવિવારની સાપ્તાહિક રજા છે.
- 8 ફેબ્રુઆરી અને 9 ફેબ્રુઆરીના રોજ બીજો શનિવાર અને રવિવાર સાપ્તાહિક રજા.
- 16 ફેબ્રુઆરીએ રવિવાર હોવાથી બેંકોમાં સાપ્તાહિક રજા.
- 22 ફેબ્રુઆરી અને 23 ફેબ્રુઆરી મહિનાનો ચોથો શનિવાર અને રવિવાર.